લોકડાઉન 3.૦મા સરકારે દેશને રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં વહેંચેલ છે. લોકડાઉન ૩.૦નો ૧૪ દિવસનો ગાળો ૧૭મીએ પુરો થઈ રહ્યો છે. હવે કેન્દ્ર સરકાર લોકડાઉન પુરૂ થયા બાદના પ્લાન ઉપર આગળ વધી રહી છે તેવું જાણવા મળે છે. સરકાર દ્વારા દરેક જિલ્લાની સ્થિતિ પર અભ્યાસ ચાલુ છે અને રાજ્ય સરકારો સાથે ચર્ચા બાદ ત્રણેય ઝોનની નવી યાદી બહાર પડે તેવી શકયતા છે. સરકાર લોકડાઉન પુરૂ થયા પછી સ્થિતિને થાળે પાડવા માટે વિવિધ પ્રવૃતિની નેગેટીવ લીસ્ટની એક યાદી પણ તૈયાર કરી રહ્યુ છે. સરકાર એવો પ્લાન ઘડે છે કે અર્થતંત્ર પણ દોડતુ રહે અને લોકોને મુશ્કેલી પણ ન પડે.
૧૭મી પછી દેશની ઈકોનોમી ધમધમે અને લોકોની મુશ્કેલી પણ હળવી થાય એ બાબતનો પ્લાન સરકારે તૈયાર કરી.
૧૭મી બાદ શુ હશે સરકારની ગાઈડલાઈન
નવા ઝોનની યાદી બે ત્રણ દિવસમાં બહાર પાડશે
૧૫મીએ નિર્ણય લેવાશેઃ
સેનીટેશન અને ડીસ્ટન્સીંગના આકરા નિયમો સાથે છૂટછાટ મળશેઃ
લોકોને ભેગા થવા નહિ દેવાયઃ
વિકલી બજારો, શાળા-કોલેજો શરૂ થઈ નહિ શકેઃ
જાહેર સ્થળોએ સેનીટેશનની વ્યવસ્થા થશેઃ
પબ્લિક ટ્રાન્સપોર્ટ ખુલશે પરંતુ આકરા નિયમો હશેઃ
હવાઈ સેવા પણ શરૂ થશેઃ
સરકારી અને ખાનગી ઓફિસોમાં હેન્ડ સેનેટાઈઝર ફરજીયાત બનશેઃ
નિયમોના પાલનમાં ઈન્સ્પેકટર રાજ ન આવે તેની સરકાર કાળજી રાખશે
પબ્લિક ટ્રાન્સપોર્ટ વૈકલ્પીક બેઠક વ્યવસ્થા સાથે ડિસ્ટન્સીંગ રાખવા અને રેગ્યુલર ડીસ ઈન્ફેકટ વ્યવસ્થા કરી શરૂ કરાશે.
હવાઈ સેવા પણ શરૂ કરવી જેમા વચલી સીટ ખાલી રાખવી.
કામકાજના સ્થળે ૧૦થી વધુ લોકો એકઠા થઈ ન શકે.
નવી ગાઈડલાઈન્સમાં પ્રમાણે ફેકટરીમાં બે પાળી વચ્ચે ૪૦ મીનીટનો સમય રાખવો,
સેનીટેશનની વ્યવસ્થા રાખવી, હેન્ડ સેનેટાઈઝર જાહેર સ્થળો, પબ્લિક ટ્રાન્સપોર્ટ, સરકારી અને ખાનગી કામકાજના સ્થળોએ મુકવા.
લોકડાઉનનો ગાળો પુરો થાય તેના બે દિવસ પહેલા એટલે કે ૧૫મીએ આ અંગેની જાહેરાત થાય તેવી શકયતા છે.