December 3, 2024
ગુજરાતદેશરાજકારણ

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી ૪૦ જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી બિહાર વિધાનસભા ચૂંટણી લડશે. પાર્ટીના પ્રચાર અભિયાન માટે ૪૦ જેટલા સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે. પાર્ટી તરફથી એક વક્તવ્યમાં કહેવામાં આવ્યું કે તેઓ પ્રચાર અભિયાન વિવરણ ટૂંક સમયમાં જાહેર કરશે. એનસીપી સુપ્રીમો શરદ પવાર પાર્ટી તરફથી મુખ્ય પ્રચારક હશે.

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિક, સાંસદ પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરે, સુપ્રિયા સુલે અને ફૌજિયા ખાન પણ પ્રચારની કમાન સંભાળશે.

મહારાષ્ટ્રમાં એનસીપી જે શિવસેનાને સરકારમાં સહયોગ કરે છે, તેઓ પણ બિહાર વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉતારશે. શિવસેના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બિહાર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોના પક્ષમાં પ્રચાર કરશે. શિવસેનાએ ગુરૂવારે ૨૨ નેતાઓની યાદી જાહેર કરી જે બિહાર ચૂંટણીમાં પ્રચાર કરશે.

Related posts

૨૫ મેં એ થશે ધોરણ.૧૦ નું પરિણામ જાહેર,Whatsapp ના માધ્યમથી જાણી શકાશે પરિણામ

Ahmedabad Samay

કુબેરનગરમાં રોડના નબળા કામથી પડેલા ભૂવામાં યુવાન ખાબકતા ગંભીર ઇજા પહોંચી

Ahmedabad Samay

ભારતથી આવતી ફ્લાઇટ પર કેનેડામાં વધુ એક મહિનો પાબંદી

Ahmedabad Samay

ઓઢવ પોલીસ દ્વારા રીક્ષામાં ચોરી કરતી ટોળકીની ધરપકડ કરી

Ahmedabad Samay

અમદાવાદમાં 146મી રથયાત્રાને તૈયારીઓ બની તેજ, મેયર, અધિકારીઓ 21 કિમી રુટનું નિરીક્ષણ કર્યું

Ahmedabad Samay

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા પણ કોંગ્રેસને રામરામ,કેસરીયો કરશે ધારણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો