December 3, 2024
ગુજરાત

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક શોકના સમાચાર, મહેશ કનોડિયા બાદ ભાઈ નરેશ કનોડિયા નું કોરોનાથી નિધન

ગુજરાતી ફિલ્મ જગત માટે દુખદ સમાચાર આવ્યાં છે. ગુજરાતી ફિલ્મ અભિનેતા  અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું ૭૭ વર્ષે નિધન થયું છે. તેઓ યુ.એન. મહેતામાં કોરોનાની  સારવાર લઇ રહ્યાં હતા. નોંધનીય છે કે, બે દિવસ પહેલા નરેશ કનોડિયાના મોટાભાઇ મહેશ કનોડિયાનું મૃત્યું થયું હતું.

૨૦ ઓકટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ૨૨ ઓકટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓકિસજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા. તેમજ તેમની તબિયતને લઈ તેમના દીકરા અને કડીના ધારાસભ્ય એવા હિતુ કનોડિયા પણ આજે તેમના પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી હતી.

નરેશ કનોડિયાના નિધનનાં સમાચાર આવતા અરવિંદ વેગડાએ દુખ વ્યકત કરતા જણાવ્યું કે, ‘આ ક્ષેત્રમાં આવ્યો ત્યારે હું કહેતો હતો કે મારે નરેશ કનોડિયા જેવું બનવું છે. નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો મોટો આધાર સ્તંભ હતા. તેમનું નિધન થયું છે તે હું માની નથી શકતો. સાથે બેઠા હોઈએ ત્યારે મને દીકરા જેવી ફિલિંગ આવતી હતી. ગુજરાતી સિનેમાને સૌથી મોટી ખોટ પડી છે.’ બે દિવસ પહેલા ભાઇનું નિધન થયુ હતુ.

મહત્વનું છે કે, ૨૫ ઓકટોબરનાં રોજ નરેશ કનોડિયાના મોટાભાઇ અને ગુજરાતી ફિલ્મના સંગીતકાર તથા પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કુમારનું લાંબી માંદગી બાદ ૮૩ વર્ષની વયે ગાંધીનગર  ખાતે નિધન થયું હતુ. તેઓ બંન્ને ભાઇઓ મહેશ-નરેશ નામે મ્યૂઝિકલ કાર્યક્રમો દેશ અને વિદેશમાં આપ્યા હતા.
૨૦ ઓકટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ૨૨ ઓકટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓકિસજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા. તેમજ તેમની તબિયતને લઈ તેમના દીકરા અને કડીના ધારાસભ્ય એવા હિતુ કનોડિયાએ પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી હતી.

Related posts

ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં કોરોના ભારત માંથી સમાપ્ત થઇ જશે.

Ahmedabad Samay

જસદણ ખાતે આયોજિત એક સભામાં પુરષોતમ રૂપાલાએ ફરી માફી માંગી

Ahmedabad Samay

ગુજરાતમાં અમદાવાદ બની શકે છે પ્રથમ વખત 2026માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સનું સાક્ષી

Ahmedabad Samay

કરણી સેના સ્થાપનાદિન નિમિત્તે ૦૩ માર્ચે રક્તદાન શિબિર અને અન્ય કાર્ય ક્રમ કરાશે

Ahmedabad Samay

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ગ્રીમ ઓર્કેડના પાંચમાં માળે લાગી ભીષણ આગ,એક યુવતીનું મોત

Ahmedabad Samay

ઓસ્ટ્રેલિયામાં રોહિત પટેલ અને તેમના મિત્રો દ્વારા ઉજવવામાં આવી ધુળેટી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો