August 6, 2026
ગુજરાત

ગુજરાતમાં સિંહની વસતીનો આંકડો જાહેર કરવામાં આવ્‍યો, ગુજરાતમાં હાલ  ૮૯૧ સાવજ છે.

ગુજરાતમાં સિંહની વસતીનો આંકડો જાહેર કરવામાં આવ્‍યો. મુખ્‍યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલે સત્તાવાર આંકડો જાહેર કર્યો. ગુજરાતમાં હાલ  ૮૯૧ સાવજ છે. વર્ષ ૨૦૨૦માં ગુજરાતમાં અંદાજે ૬૭૪ સિંહ હતા. વર્ષ ૨૦૨૫માં ૮૯૧  નોંધાયા છે.  ૫ વર્ષમાં સિંહોની વસતીમાં ૨૧૭નો વધારો થયો છે ૧૧ મે થી ૧૩ મે વચ્‍ચે થઈ હતી સિંહોની વસતી ગણતરી હાથ ધરાઇ હતી. ગુજરાતની શાન ગણાતા એશિયાઈ સિંહોની વસ્‍તી ગણતરીનો ૧૬મો તબક્કો પૂર્ણ થયો છે, આ ગણતરીએ રાજ્‍યના ૧૧ જિલ્લાઓના ૫૮ તાલુકાઓમાં ૩૫,૦૦૦ ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્‍તારને આવરી લીધો, જેમાં ૩,૨૫૪ લોકોની ટીમે અથાગ પ્રયાસો કરીને ૮૯૧ સિંહોની હાજરી નોંધી છે. આ આંકડો ગુજરાતના સિંહ સંરક્ષણના પ્રયાસોની સફળતાનું પ્રતીક છે અને રાજ્‍યના વન્‍યજીવ સંરક્ષણના ઇતિહાસમાં એક નવો અધ્‍યાય ઉમેરે છે.

ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્‍તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો ૧૬મો વસ્‍તી અંદાજ-૨૦૨૫ ૧૦ મેથી ૧૩મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવ્‍યો હતો. આ વસ્‍તી અંદાજની કામગીરી સિંહ અસ્‍તિત્‍વ ધરાવતા રાજ્‍યના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્‍દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાના ૩૫ હજાર ચો.કિમી. વિસ્‍તારમાં ‘ડાયરેક્‍ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવ્‍યો હતો. સરકારે ૧૬મી સિંહ વસ્‍તી ગણતરી – ૨૦૨૫ના આંકડા જાહેર કર્યા હતા. ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્‍તીની કુલ સંખ્‍યા ૮૯૧ થઈ છે, જેમાં ૧૯૬ નર,૩૩૦ માદા,૧૪૦ પાઠડા,૨૨૫ બચ્‍ચા નોંધાયા છે.

કેન્‍દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ‘મેક ઈન ઇન્‍ડિયા’ના લોગોમાં એશિયાઇ સિંહ સ્‍થાન પામ્‍યો છે, ત્‍યારે વન વિભાગે પણ સિંહોના આશ્રયસ્‍થાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત ગત વર્ષથી સિંહોને વૈકલ્‍પિક આશ્રયસ્‍થાનરૂપે બરડા અભ્‍યારણ્‍યમાં વસાવવા તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

વન વિભાગ દ્વારા નિયમિત રીતે કરવામાં આવતી સિંહની વસ્‍તી અંદાજની કામગીરી, મુલ્‍યાંકન અને સંરક્ષણના પરિણામે રાજ્‍યમાં ઉત્તરોત્તર સિંહની વસ્‍તીમાં વધારો થઈ રહ્યો છે. રાજ્‍યમાં સૌ-થમ વર્ષ ૧૯૩૬માં સિંહ વસ્‍તી ગણતરી યોજાઇ હતી.

પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ ૧૯૯૫માં કરવામાં આવેલી સિંહોની વસ્‍તી ગણતરીમાં પુખ્‍ત નર, માદા, પાઠડા-બચ્‍ચા એમ મળીને કુલ ૩૦૪ જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ ૨૦૦૧માં કુલ ૩૨૭, વર્ષ ૨૦૦૫માં કુલ ૩૫૯, વર્ષ ૨૦૧૦માં કુલ ૪૧૧, વર્ષ ૨૦૧૫માં કુલ ૫૨૩ અને છેલ્લે વર્ષ ૨૦૨૦માં કુલ ૬૭૪ જેટલા સિંહોની વસ્‍તી નોંધાયેલી છે.

એશિયાઈ સિંહોની વસ્‍તી અંદાજ માટે ‘ડાયરેક્‍ટ બીટ વેરીફીકેશન’ ખુબ ઉપયોગી પદ્ધતિ છે. આ પદ્ધતિથી આંકડાકીય વિશ્‍લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ ૧૦૦ ટકા ચોકસાઈ મળે છે તેમજ માનક ભૂલનો અવકાશ લગભગ શુન્‍ય રહે છે. ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્‍તારો, રેવન્‍યુ વિસ્‍તારોમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે.

સમગ્ર વિસ્‍તારને રિજિયન, ઝોન, સબ ઝોન જેવા શ્રેણીબદ્ધ એકમોમાં વિભાજીત કરીને રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ, ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો, નિરીક્ષકો સહિત લગભગ ૩,૦૦૦ જેટલા સ્‍વયંસેવકો દ્વારા સિંહોની વસ્‍તી ગણતરી કરવામાં આવી હતી. તેમને સિંહોની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત પત્રકો અને તેમના સોંપાયેલ વિસ્‍તારોના નકશા આપવામાં આવ્‍યા હતા. આ પત્રકોમાં અવલોકનનો સમય, હિલચાલની દિશા, લિંગ, ઉંમર, શરીર પરના કોઈ અન્‍ય ઓળખ ચિન્‍હો, જી.પી.એસ. લોકેશન, ગળપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવી હતી.

સિંહોની વ્‍યક્‍તિગત ઓળખ કરવા માટે હાઈ રીઝોલ્‍યુશન કેમેરા, કેમેરા ટ્રેપ્‍સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. કેટલાક સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્‍યા છે, જેથી સિંહ તેમજ તેના ગળપનુ લોકેશન મેળવવામાં મદદ મળે છે. સિંહ અવલોકનના રિયલ ટાઈમ ડેટા એન્‍ટ્રી કરવામાં મદદરૂપ થાય તે માટે e-GujForest એપ્‍લિકેશનનો ઉપયોગ પણ કરવામાં આવ્‍યો હતો. આ ઉપરાંત જી.આઇ.એસ. સોફ્‌ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્‍તારોને રેખાંકિત કરવા તથા સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવ્‍યો હતો.

સિંહોની કુલ વસ્‍તી – ૮૯૧

નર            – ૧૯૬

માદા          – ૩૩૦

પાઠડા         – ૧૪૦

બચ્‍ચા  – ૨૨૫

Related posts

લાયસન્સ રદ હોવા છતાં ધમધમતી એક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી,10 ના મોત

Ahmedabad Samay

અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી ભૂ-માફિયાઓના નામની જાહેરાત કરી

Ahmedabad Samay

કોર્પોરેશન દ્વારા શહેરના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ધમધમતા પેઈંગ ગેસ્ટ અને કોમર્શિયલ એકમો સામે કડક વલણ

Ahmedabad Samay

નેક્સસ અમદાવાદ વન અને 8 પિન્સ દ્વારા ABCL-2023 અમદાવાદ બાઉલિંગ સોલો લિગ સફળતા પૂર્વક યોજાઈ

Ahmedabad Samay

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સેવાસેતુ કાર્યક્રમના સાતમાં તબક્કાનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ખેડૂતો તો ઠીક, મિનિસ્ટર્સ પણ શું ખાશો? A.C. ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ એકવાર મુલાકાત લો… મોડાસાના વણિયાદમાં મુસીબતનું માવઠું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો