અમદાવાદ ફતેવાડી વિસ્તારમાં રોડ પર ઉભી રહેલી કાર ભૂવામાં પડી ગઈ.પાર્ક કરેલી કાર અંદર આખી ભૂવામાં ગરકાવ થઈ હતી. ચોમાસા પહેલા જ આ સ્થિતિ જોવા મળતા તંત્રની પ્રિ મોન્સુનની કામગિરીની પોલ ખૂલી ગઈ હતી.
અમદાવાદમાં ગઈકાલના પડેલા સામાન્ય વરસાદ બાદ પ્રી મોન્સુન કામગિરીની પોલ ખૂલી ગઈ હતી. અમદાવાદ ફતેવાડી વિસ્તારમાં ભૂવો પડી જતા ત્યાં પાર્ક કરેલી કાર અંદર આખી ભૂવામાં ઘૂસી ગઈ હતી. પાછળથી કાર ઉભી ભૂવામાં ગરકાવ થઈ હતી. આ પ્રકારે મોટા ભૂવાઓ લોકો માટે જોખમી બની રહ્યા છે. જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. સીસીટીવી જોયા બાદ લોકો પણ દંગ રહી ગયા છે.
સામાન્ય કમોસમી વરસાદમાં આ સ્થિતિ જોવા મળી રહી છે. ફતેવાડી વિસ્તારમાં આ મસમોટો ભૂવો પડ્યો હતો. એ પણ રોડ પર આ સ્થિતિ જોવા મળી હતી. ગણતરીની સેકન્ડોમાં જ કાર ભૂવા ગરકાવ થતી દેખાઈ હતી.
જો કે, અહીં વિચારતા કરી દે તેવી વાત એ પણ છે કે, કારમાં જો કોઈ બેઠું હોત અથવા તો ત્યાં કોઈ ઉભું હોત તો શું સ્થિતિ નિર્માણ થઈ શકે છે તેનો અંદાજો લગાવી શકાય છે. અમદાવાદમાં પ્રિ મોન્સુન અંતર્ગત સત્તાધીશોની બેઠક અગાઉ યોજાઈ હતી ત્યારે કામગિરીની પોલ અહીં ખુલ્લી પડી ગઈ છે. એએમસીની પ્રી મોન્સુન કામગિરીના ધજાગરા ઉડી ગયા હતા.