ત્રણેક દિવસથી કોરોના બેકાબુ બન્યો છે ત્યારે આ સંક્રમણને રોકવા માટે રાત્રે ૯ થી સવારે ૬ સુધી અમદાવાદમાં કર્ફયુ લગાવી દેવામાં આવ્યાનું જાહેર થયુ છે. ૨૦ એમ્બ્યુલન્સ તાકીદની અસરથી વધારવામાં આવી અને ૩૦૦ ડોકટરોનો કાફલો બોલાવવામાં આવ્યો અને ૮૦૦થી વધુ બેડ તાકીદે ઉભા કરવામાં આવ્યાનું સત્તાવાર જાહેર થયુ છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સતત સંકલનમાં છે. લોકો ટોળે વળવા લાગ્યા હોય કોર્પોરેશને સખત પગલાઓ લીધા છે. એસીએસ ગુજરાત ડો.રાજીવ ગુપ્તાએ આ જાહેરાત કરી છે.