ઓવૈશીએ ફરી એકવાર ઝેર ઓકતી ટ્વીટ કરી કહ્યું કે, હિન્દુત્વ એવા જૂઠાણાં પર રચાયેલું છે કે તમામ પોલિટિકલ પાવર્સ ફક્ત એક સમુદાય પાસે જવો જોઇએ. એમાં મુસ્લિમોને ક્યાંય સ્થાન નથી. એ લોકો દ્રઢપણે માને છે કે મુસ્લિમોને રાજકીય અધિકાર ન હોવા જોઇએ. પરંતુ સંસદ અને વિધાનસભાઓમાં મુસ્લિમોની હાજરી એક રીતે જોતાં હિન્દુત્વ સામે આપણે મેળવેલું રક્ષણ છે.
ઓવૈસીએ વધુમાં ઉમેર્યું હતું કે, જો મુસ્લિમો ધારાસભા અને સંસદની બહાર નીકળી જાય તો સૌથી વધુ આનંદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને થશે. ઓવૈસીએ ભારપૂર્વક નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સનો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું કે નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝનનો અમલ શરૂ થશે એ સાથે અમારા તરફથી એના વિરોધનો પણ જોરદાર આરંભ થશે.