શહેરમાં નાઈટ કરફ્યૂ અમલમાં હોવા છતાં લોકો બિન્દાસ્ત બહાર નીકળતા હોય છે. આ સમયે પોલીસકર્મીઓ તેમને શાંતિથી ઘરે જવા સમજવાતા હોય છે ત્યારે લોકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરતા હોય છે. વેજલપુર વિસ્તારમાં રાતે રિક્ષા અને 2 એક્ટિવા પર મોટા હોર્ન વગાડી નીકળેલા લોકો પોલીસે અટકાવ્યા હતા. આ સમયે તેમણે વહુને તેડીને જતા હોવાની વાત કરી હતી. આ સમયે પોલીસકર્મીઓએ તેમને હોર્ન વગાડ્યા વગર શાંતિથી જવાનું કહેતા તેઓ ઉશ્કેરાયા અને પોલીસ સાથે બોલાચાલી કરવા લાગ્યા તથા પોલીસકર્મીઓને માર મારવા લાગ્યા હતા. વેજલપુર પોલીસે પોલીસના કામમાં રુકાવટ, મારામારી સહિતની ફરિયાદ મહિલા સહિત ૧૧ લોકો સામે નોંધી છે. જેમાં ઝહીર શેખ, અયાઝ ઝહીર, અસલમ, જૈદ, સલીમબાનુ, ફરાઝના, ફરજાનાબાનુ, અફસરા, આબીદ મન્સૂરી ઇમરાન શેખનો સમાવેશ થાય છે.