February 10, 2025
દેશદુનિયા

બાબા વેંગા ની ભવિષ્યવાણી ફરી ચર્ચામાં

ટચૂકડા વાયરસે આખી દુનિયાને બંધક બનાવી દીધી. કોરોના વાયરસ મહામારી હોય કે પછી ભારત અને ચીન વચ્ચે સરહદ પર ચાલતો તણાવ…વર્ષ ૨૦૨૦ ને લઈને દિવ્યાંગ બાબા વેંગાની ભવિષ્યવાણી એકદમ સટિક સાબિત થઈ છે. ૧૨ વર્ષની ઉંમરમાં પોતાની આંખો ગુમાવી દેનારા બાબા વેંગાએ પોતાના મોતના લગભગ આઠ દાયકા પહેલા જ આવી તબાહીના સંકેત આપી દીધા હતા. એવામાં જયારે દુનિયા નવા વર્ષ ૨૦૨૧ના આગમનની તૈયારીઓમાં લાગી છે તો બાબા વેંગાની ભવિષ્યવાણીઓએ એકવાર ફરીથી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

બલ્ગેરિયાના રહીશ રહસ્યવાદી વેંગા બાબાએ વર્ષ ૧૯૯૬માં દાવો કર્યો હતો કે વર્ષ ૨૦૨૧ જ એ વર્ષ હશે જયારે દુનિયાને કેન્સરની સચોટ સારવાર મળી જશે.

પોતાની સટિક ભવિષ્યવાણીઓ માટે દુનિયાભરમાં બાલ્કનના નોસ્ત્રાડેમસના નામથી જાણીતા બાબા વેંગાએ ૨૦૨૧માં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હત્યાની કોશિશ થશે તેવી ભવિષ્યવાણી પણ કરી હતી.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આવનારું વર્ષ મુશ્કેલીભર્યું રહી શકે છે. વર્ષ ૨૦૨૧માં તેમણે વ્હાઈટ હાઉસ છોડવાનું છે. જયારે બાબા વેંગાએ ૪૫માં પોટસને કોઈ ‘રહસ્યમય બીમારી’થી પીડિત થવાનો ઉલ્લેખ કર્યો હતો. વર્ષ ૨૦૨૧માં યુરોપની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થવાની ભવિષ્યવાણી પણ કરાઈ હતીબાબાની ભવિષ્યવાણી પર વિશ્વાસ કરનારા લોકોના જણાવ્યાં મુજબ યુરોપના લોકો પર કેમિકલ હથિયારો દ્વારા હુમલો થઈ શકે છે. બાબા વેંગાની આગામી ભવિષ્યવાણી મુજબ લોકોની ચેતનામાં બદલાવ આવશે. આ સાથે તેમને મુશ્કેલ સમય આવવાનો અને લોકોના ધાર્મિક માન્યતાના આધારે વહેંચાઈ જવાનો સંકેત આપ્યો હતો.

Related posts

રવિવારે સવારે એક પછી એક ત્રણ વિસ્ફોટોથી કેરળ હચમચી ગયું હતું

Ahmedabad Samay

અર્નબ ૧૮ નવેમ્બર સુધી જયુડિશિયલ કસ્ટડીમાં

Ahmedabad Samay

કુરાન સળગાવવાની આગ સ્વીડનથી ઇરાકમાં સ્વીડિશ દૂતાવાસ પહોંચી, પ્રદર્શનકારીઓએ કર્યો હુમલો

Ahmedabad Samay

શાહરૂખના પુત્ર આર્યનના આજે હાઈકોર્ટે જામીન મંજુર કર્યા

Ahmedabad Samay

મહારાષ્ટ્રની મધર ટેરેસાનું થયું દુઃખદ નિધન, પદ્મશ્રી સિંધુતાઈ સપકલનું પૂણેમાં ૭૩ વર્ષની વયે અવસાન થયું

Ahmedabad Samay

મૈસૂરથી દરભંગા જઈ રહેલી બાગમતી સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ઉભી રહેલી ટ્રેન સાથે અથડાતા અકસ્‍માત સર્જાયો, ૧૨ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા, અંદાજે ૧૯ લોકો ગંભીરતાથી ઘવાય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો