તાંડવઃ વેબ સિરીઝ અમદાવાદમાં ચર્ચા નો વિષય બની ગયો છે કારણકે તાંડવઃ વેબ સિરીઝ સામે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ તાંડવઃ કરવા જઇ રહ્યું છે.
આજ રોજ અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા તાંડવ વેબ સિરીઝના નિર્દેશક, કલાકાર અને લેખક સમક્ષ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે એટલુંજ નહિ કાલે તાંડવઃ વેબ સિરીઝ ના વિરોધ પ્રદર્શન માં પૂતળા દહન પણ કરવામાં આવવાનું છે, અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા હવે હિન્દૂ ધર્મનું વધુ મજાક સહેન નહિ કરી લેવામાં આવે હિન્દૂ ધર્મ ની મજાક ઉડાવવામાં આવશે તો તેના સમક્ષ લાલઆંખ કરી જોવામાં આવશે અને શબક શીખવાડવામાં આવશે,
અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા તાંડવઃ વેબ સિરિઝના ટિમ પર કોર્ટ મારફતે નોટિસ પણ પાઠવવામાં આવશે, જો તેના થી પણ હિન્દૂ ધર્મને ન્યાય નહિ મળે તો આથી વધુ આંદોલન કરવામાં આવશે અને તાંડવઃ વેબ સીરીઝનો બાયકોટ કરવાનો પણ અભ્યાન ચલાવવામાં આવશે