September 23, 2026
અપરાધ

રામોલ વિસ્તારમાં નામ બદનામ કરવામાં બદલે એક યુવકની હત્યા કરાઇ

રામોલ વિસ્તારમાં આવેલ અમરનાથ ટેનામેન્ટમાં આરોપી અજય ઉર્ફે અજયાએ સાગરીતો સાથે મળી નિલેશ મિશ્રા નામના યુવકની હત્યાને અંજામ આપ્યો અને ફરાર થઈ ગયો હતો. પરંતુ રામોલ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાને અંજામ આપનાર અજય રમેશભાઈ ખટીકની ધરપકડ કરી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં હત્યા પાછળનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળેલ છે.

આરોપી અજય ખટીક વસ્ત્રાલના વૃંદાવન પાર્કમાં રહી ટેમ્પો ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો. આરોપી અજય ખટીકને થોડા સમય પહેલા નિલેશ મિશ્રા સાથે કોઈ બાબતે તકરાર થઇ હતી. CCTV ફુટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, સોમવારની મોડી રાત્રે આરોપી અજય ખટિક ઉર્ફે અજયો જ્યારે વસ્ત્રાલ વિસ્તારમાં અમરનાથ ટેનામેન્ટના ગેટ પાસે ઊભો હતો.

ત્યારે અચાનક ભોગ બનનાર નિખિલેશ મિશ્રા લાકડાનો ડંડો લઈને પોતાના સાગરિત સાથે ત્યાં આવે છે. અચાનક અજય ખટિક પર હુમલો કરતાં પલટવારમાં આરોપી અજય તીક્ષ્‍ણ હથિયારના ઘા ઝીંકીને નિખિલેશ મિશ્રાની હત્યા કરી નાખે છે.

પોલીસે જ્યારે ઘટના બાબતે આરોપી અજયની પૂછપરછ કરી ત્યારે મૃતક નિખિલેશ મિશ્રા “તું મને બદનામ કેમ કરે છે” કહીને મારામારી કરવા આવ્યો હતો. પરંતુ અજય ખટિક ઉર્ફે અજયા પાસે તીક્ષ્‍ણ હથિયાર હોવાથી તેણે નિખિલેશ મિશ્રા પર હુમલો કેરી ચકચારી હત્યાને અંજામ આપ્યો અને ફરાર થઈ ગયો. રામોલ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે.

Related posts

અમદાવાદ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા બે ક્સ્ટમ્સ સુપ્રિન્ટેન્ડેન્ટની ધરપકડ:

Ahmedabad Samay

ગુજરાત એટીએસની મળી મોટી સફળતા, શખ્‍સોને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડયા

Ahmedabad Samay

ગુજરાતમાં પણ યુપીવાળી! વાપીમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ પર ફાયરિંગ, બે બાઇક પર આવેલા 4 શખ્સો અંધાધૂન ગોળીબાર કરી ફરાર

Ahmedabad Samay

અમદાવાદથી ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓએ સનસનાટીભર્યા ખુલાસા કર્યા, મંદિરોના પ્રસાદ દ્વારા કરવાના હતા કેમિકલ અટેક, જાણો શુ હતી ચાલ

Ahmedabad Samay

બજરંગ દલે લવ જેહાદના મન્સૂબાને કર્યો ના કામયાબ, હિન્દૂ ધર્મની અને બે યુવતીઓની કરી રક્ષા

Ahmedabad Samay

અમદાવાદ: ભેજાબાજ કિરણ પટેલને એકવાર ફરી જમ્મુ જેલ મોકલાયો, આ લોકોની પણ ધરપકડ કરાઈ!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો