આજ રોજ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી (અમદાવાદ શહેર) ને આવેદન પત્ર આપી RTE ની પ્રવેશ પ્રક્રિયા શરુ કરવા માટે ગૌરાંગ મકવાણા (મહામંત્રી ગુજરાત પ્રદેશ NSUI) દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
ગૌરાંગ મકવાણાએ જણાવાયુ હતું કે હાલ કોરોના નો કપરો સમય ચાલી રહ્યો છે . દેશમાં અને રાજ્યમાં કોરોના ની બીજી લહેર ઘાતક બની હતી . છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ કાર્ય પણ બંધ હતુ . હાલ નવા સત્રનો પ્રારંભ પણ ગઈકાલ થી કરવામાં આવ્યો છે . પરંતુ સરકાર દ્વારા RTE ના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હોય તેમ લાગી રહ્યું છે .
હજુ સુધી RTE પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવા માં આવી નથી . કેન્દ્રની ભૂતપૂર્વ ( UPA ) સરકાર દ્વારા ગરીબ વિદ્યાર્થીઓ માટે RTE મૂળભૂત શિક્ષણ અધિકાર નો કાયદો લાવવામાં આવ્યો હતો . જેમાં ર ૫ % વિદ્યાર્થીઓ મફત શિક્ષણ પ્રાઇવેટ શાળા માં આપવાનું તે જાહેર કર્યું હતું . દર વર્ષે RTE ની જાહેરાત ડિસેમ્બર મહિના ના અંત સુધી માં કરવામાં માં આવે છે . RTE પ્રર્વેશ પ્રક્રિયા ફેબ્રુઆરી થી માર્ચ મહિના નાં અંત સુધીમાં ફોર્મ ભરવાનો હોય છે . જૂન મહિના ના અંત સુધીમાં બધા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે .
પરંતુ છેલ્લા ૨ વર્ષ થી આ જાહેરાત કરવામાં પાંચ પાંચ મહિના નો વિલંબ થઇ રહ્યો છે . RTE મા પ્રવેશ મેળવવા માંગતા વાલીઓ પણ હાલ મૂંઝવણ મા છે . અને પ્રવેશ મેળવવા વાળા તમામ વાલીઓ ની આર્થિક પરિસ્થિતિ પણ સારી નથી હોતી . ગત વર્ષે પણ મોડી જાહેરાત ને કારણે ઘણા ઇચ્છુક વિધાર્થીઓ પ્રવેશ થી વંચિત રહી ગયા હતા . આ વર્ષે તારીખ ૭/૬/૨૦૨૧ થી નવું શૈક્ષણિક વર્ષ ચાલુ કરવામાં આવ્યું છે . વિધાર્થીઓ ને ઓનલાઇન શિક્ષણ આપવાનું પણ ચાલુ થયી ગયું છે .
ત્યારે RTE માં નવા વર્ષ મા પ્રવેશ લેવા વાળા બાળકોનો અભ્યાસ રહી ના જાય તે માટે RTE ની પ્રક્રિયા વિના વિલંબે ચાલુ કરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
વધુમાં જણાવ્યું હતું કે જો અમારી માંગણી પૂર્ણ કરવામાં નહી આવે તો વિધાર્થી હિતમાં ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે .