ગુજરાત યુનિવર્સિટીને NIRF રેન્કિંગ 2023માં ઝટકો લાગ્યો છે. યુનિવર્સિટીએ 2022ની સરખામણીમાં 2023માં ત્રણ સ્થાન નીચે ખસકાઈ છે. 2022માં ગુજરાત યુનિવર્સિટી દેશની શ્રેષ્ઠ શાળાઓની યાદીમાં 58માં ક્રમે હતી. આ વખતે તેણે રેન્કિંગમાં 61મું સ્થાન મેળવ્યું છે જ્યારે ગુજરાત યુનિવર્સિટી ગયા વર્ષે ઓવરઓલ રેન્કિંગમાં 73માં સ્થાને હતી. આ વખતે તેને 85મું સ્થાન મળ્યું છે. જોકે ગુજરાત યુનિવર્સિટી સતત ચોથા વર્ષે NIRFના રેન્કિંગમાં 100 યુનિવર્સિટીઓની યાદીમાં સ્થાન ચોક્કસથી ધરાવે છે પરંતુ ટોપ 10માં કોઈ ગુજરાતની યુનિવર્સિટી ના હોવાના લઈને આપ નેતા ઈટાલિયાએ ટ્વીટ પણ કરી સવાલ ઉઠાવ્યા હતા.
NIRF ના એકંદર રેન્કિંગમાં, IIT ગાંધીનગર 13માં સ્થાને આવી છે જ્યારે ગુજરાત યુનિવર્સિટી 12 સ્થાન નીચે આવી છે, તેમ છતાં યુનિવર્સિટી દેશની શ્રેષ્ઠ 100 યુનિવર્સિટીઓમાં સ્થાન ધરાવે છે. જેમાં IIT ગાંધીનગર અને ગુજરાત યુનિવર્સિટી બન્નેનો સમાવેશ થાય છે.
કેટલીક યુનિવર્સિટીના રેન્કમાં સુધારો
એક તરફ જ્યાં ગુજરાત યુનિવર્સિટીના રેન્કિંગમાં ઘટાડો થયો છે તો બીજી તરફ ગુજરાતમાં કેટલીક એવી સંસ્થાઓ છે જેમના રેન્કિંગમાં સુધારો થયો છે. સરકારી ડેન્ટલ કોલેજ અને GNLU સાથે IIT ગાંધીનગર, MICA, ઇરમા, પારુલ યુનિવર્સિટી, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી અને માલિબા ફાર્મસી કોલેજના નામનો સમાવેશ થાય છે.
નિરમા 27માં રેન્ક પર
ગુજરાતની પ્રતિષ્ઠિત નિરમા યુનિવર્સિટીએ 27મો રેન્ક મેળવ્યો
આર્કિટેક્ચરમાં CEPT યુનિવર્સિટીનું રેન્કિંગ વધ્યું
આણંદ કૃષિ યુનિવર્સિટીના રેન્કિંગમાં પણ સુધારો થતા કૃષિ ક્ષેત્રે 18મો રેન્ક મળ્યો
વડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટીએ આ વર્ષે ફાર્મસી અભ્યાસ માટે 53મો રેન્ક મેળવ્યો છે, ગયા વર્ષે તે 86માં નંબરે હતી.
ઈટાલિયાએ ટ્વીટ કરી ટોપ 10માં કોઈ યુનિવર્સિટી ન હોતા અભિનંદ આપ્યા
ગુજરાત AAPના પૂર્વ રાજ્ય પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ટ્વિટ કરીને લખ્યું છે કે કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે યુનિવર્સિટીઓની રાષ્ટ્રીય રેન્કિંગ જાહેર કરી છે જેમાં ગુજરાતની કોઈ યુનિવર્સિટી ટોપ 10માં નથી. ગુજરાત સરકારમાં બેઠેલા તમામ મંત્રીઓને અભિનંદન અને શુભેચ્છાઓ.