ગુજરાત સરકારે આજે કોરોના માટેના આરટી-પીસીઆર ટેસ્ટના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. ડેપ્યૂટી સીએમ નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, હવે ખાનગી લેબમાં આરટી-પીસીઆરટ ટેસ્ટ ૪૦૦ રૃપિયામાં થશે. સરકારે ટેસ્ટમાં ૩૦૦ રૃપિયાનો દ્યટાડો કર્યો છે.
અગાઉ ખાનગી લેબમાં ૭૦૦ રૃપિયા ટેસ્ટ માટેના લેવાતા હતા. ત્યારબાદ દર્દીના ઘરે જઈને ટેસ્ટના ભાવમાં પણ ઘટાડો કરાયો છે. દર્દીના ઘરે આરટી-પીસીઆર ટેસ્ટ માટે ૫૫૦ રૃપિયા લેવામાં આવશે. જયારે અગાઉ દર્દીના ઘરે RTPCR ટેસ્ટ માટે ૯૦૦ રૃપિયા ચાર્જ લેવામાં આવતો હતો. સરકારી હોસ્પિટલોમાં કોરોનાના મફતમાં ટેસ્ટ કરવામાં આવે છે. એરપોર્ટ પર આરટી-પીસીઆર ટેસ્ટના ૨૭૦૦ રૃપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ પહેલાં એરપોર્ટ પર તેના ૪ હજાર રૃપિયા આરટી-પીસીઆરના લેવામાં આવતા હતાં.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, HRCT ટેસ્ટમાં ૫૦૦ રૃપિયા દ્યટાડી ૨૫૦૦ રૃપિયા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સીટીસ્કેનનો દર ૩ હજાર હતો જેમાં ૫૦૦ રૃપિયાનો દ્યટાડો કરી ૨૫૦૦ હજાર કરવામાં આવ્યો છે. રાજયમાં વિનામૂલ્યે એન્ટીજન અને આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજયમાં ૧ કરોડ ૬૧ લાખ કરતા વધુ ટેસ્ટ કરાયા છે. તો વળી ૯૧ લાખ ૯૫ હજાર એન્ટી રેપીડ ટેસ્ટ ટેસ્ટ કરાયા છે.