August 6, 2026
ગુજરાત

જીસીએસ હોસ્પિટલ દ્વારા કિડની અને મૂત્રમાર્ગના રોગો માટે નિઃશુલ્ક કેમ્પ

જીસીએસ હોસ્પિટલ દ્વારા કિડની અને મુત્રમાર્ગને લગતી તકલીફો માટે નિષ્ણાત નેફ્રોલોજીસ્ટ અને યુરોલોજીસ્ટ દ્વારા તપાસ અને માર્ગદર્શન માટે 25 થી 31 માર્ચ સુધી નિ:શુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે,

 

જેમાં જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત સુપર-સ્પેશીયાલીસ્ટ કન્સલ્ટન્ટ – નેફ્રોલોજી: ડો.સૌરીન દલાલ, ડો. મહેન્દ્ર મુલાની, ડો. દિશા ભટ્ટ (પીડિયાટ્રિક નેફ્રોલોજીસ્ટ) અને કન્સલ્ટન્ટ-યુરોલોજીસ્ટ ડો.સ્નેહ શાહ, ડો.ગૌરાંગ વાઘેલા, ડો.ગિરિરાજ વાળા દ્વારા નિઃશુલ્ક કન્સલ્ટેશન મળશે. આ કેમ્પમાં કિડનીને લગતી તકલીફો, પથરીનો દુઃખાવો – પડખાનો દુઃખાવો, વારંવાર થતી પથરી, પેશાબ – મુત્રમાર્ગને લગતી તમામ તકલીફોની સારવાર, પ્રોસ્ટેટ, પેશાબની કોથળીના કેન્સરની સારવાર, વારસાગત કીડનીના રોગો, પુરૂષોમાં શુકાણુંની કમી, વંધ્યત્વ, સેક્સને લગતી સમસ્યાઓ, ઉંમરને કારણે પેશાબની તકલીફો માટે દર્દીઓ નિઃશુલ્ક માર્ગદર્શન મેળવી શકે છે.

બાળકોમાં કિડની પરના સોજા અને કિડનીને લગતી સમસ્યાઓ માટે પણ ખાસ પીડિયાટ્રિક નેફ્રોલોજીસ્ટ દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન મળશે. જીસીએસ હોસ્પિટલમાં ડાયાલીસીસની સુવિધા રાહત દરે ઉપલબ્ધ છે

તેમજ મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજના અને ‘આયુષ્માન ભારત’ યોજના હેઠળ નિઃશુલ્ક ડાયાલીસીસ અને સારવારનો લાભ મળી શકશે.

આ કેમ્પમાં ભાગ લેવા દર્દીઓ 93135 67107 / 82008 12833 / 079 6604 8171 પર રજીસ્ટ્રેશન કરાઈ શકે છે. જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. જીસીએસ હોસ્પિટલમાં સાવચેતીના તમામ જરૂરી પગલાં સાથે બધી જ જનરલ અને સુપર-સ્પેશિયાલિટીઓમાં દર્દીઓની સુરક્ષિત સારવાર નિયમત રીતે ઉપલબ્ધ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

Related posts

મેઘાણીનગર વિસ્તારમાં એક યુવકે બુટલેગરના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કર્યું

Ahmedabad Samay

અમદાવાદ: રખડતા ઢોરના ત્રાસને ડામવા નવતર પ્રયોગ! 96 હોટસ્પોટ નક્કી કરાયા, AMC બાઉન્સરો રાખશે!

admin

અમદાવાદ રેલવે સ્ટેશને 16 માળની ઈમારત બનશે. સરસપુર તરફ બની રહેલ બુલેટ ટ્રેનનુ સ્ટેશન આ રેલવે સ્ટેશનનો ભાગ હશે

Ahmedabad Samay

મેઘાણીનગર ખાતે આવેલ અંબિકા ચોકમાં ગણેશજીની આરતીમાં કુબેરનગરના કાઉન્સિલરશ્રી નિકુલસિંહ તોમર હાજર રહ્યા

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ પૂતળા દહન કરવામા આવ્યુ

Ahmedabad Samay

‘રામાયણ’ સ્ટાર ભારત પર ચાલુ કરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો