June 22, 2026
ગુજરાતરાજકારણ

ગુજરાતમાં આવી ગયું મીની લોકડાઉન

કોરોનાના કેસમાં એકધારો વધારો થતાં રાજ્યની રૂપાણી સરકારે આકરા નિયંત્રણો લાદવાના નિર્ણય લીધો છે જે અંતર્ગત વધુ ૯ શહેરોમાં રાત્રી કર્ફયુ લાદવામાં આવ્યો છે એ સાથે હવે કુલ ૨૯ શહેરોમાં રાત્રીના ૮થી સવારે ૬ સુધી સંચારબંધી રહેશે. આ નિયંત્રણો ૨૮ એપ્રિલથી ૫ મે સુધી અમલી બનશે.

અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૦ શહેરોમાં રાત્રિના ૮ થી સવારે ૬ વાગ્યા સુધી કરફયુ હતો તે ૨૦ શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ ૨૯ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફયુ રહેશે. આ ૨૯ શહેરોમાં તા. ૨૮મી એપ્રિલ-૨૦૨૧ બુધવારથી તા. ૦૫મી મે-૨૦૨૧ બુધવાર સુધી વધારાના નિયંત્રણો મૂકવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.

આ સમયગાળા દરમિયાન આવશ્યક સેવા/ પ્રવૃતિ ઓ જ ચાલુ રાખવાના રાજય સરકારે આદેશો કર્યા છે. COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષાંગિક  આરોગ્યલક્ષી સેવાઓ, ઓકિસજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે.

સામાન્ય જનજીવનને કોઈ તકલીફ ન પડે અને રાબેતા મુજબનું જીવન જળવાઈ રહે તે હેતુથી રાજય સરકારે

ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવાઓ, શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ / રેસ્ટોરન્ટની Take away facility આપતી સેવાઓ ચાલુ રહેશે.

ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ, પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન, પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી. / સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટ્સ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ, પોસ્ટ અને કુરીયર સર્વિસ, ખાનગી સિકયુરીટી સેવાઓ ચાલુ રહેશે.

આ ૨૯ શહેરોમાં પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા, તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ યથાવત રહેશે.

આંતરરાજય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ પણ ચાલુ રહેશે.

રાજયમાં ઉત્પાદન પ્રવૃત્તિ  અને ઉદ્યોગો ચાલુ રહે તથા શ્રમિકોને કોઈ તકલીફ ન પડે તે હેતુથી તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્ત્િ।ઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની પણ સૂચનાઓ રાજય સરકારે આપી છે.

આ સમયગાળા દરમિયાન તમામ આર્થિક/વ્યાપારીક પ્રવૃત્તિઓ જેવી કે.                                               દુકાનો, વાણિજયક સંસ્થાઓ, રેસ્ટોરન્ટ્સ (Take away Service સિવાય), તમામ લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેકસ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના Malls તથા Commercial Complexes  બંધ રહેશે.

તમામ માર્કેટીંગ યાર્ડ તથા તમામ માર્કેટ બંધ રહેશે. APMCમાં માત્ર શાકભાજી તથા ફળ-ફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્ત્।મ ૫૦ (પચાસ) વ્યકિતઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.

અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્ત્।મ ૨૦ (વીસ) વ્યકિતઓની મંજૂરી રહેશે.

સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેકશન સેવાઓ, બેંકોના કલીયરીંગ હાઉસ, એ.ટી.એમ/સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એકસચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહીં.

તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે.

પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ  સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમત-ગમત  ચાલુ રાખી શકાશે.

તમામ ધાર્મિક સ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો/પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે.

પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્ત્।મ ૫૦% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.

ગુજરાતમાં તમામ નાગરિકોને ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

સમારકામ દરમિયાન ગેલેરીની છત પડતા ૪ વર્ષના બાળક સહિત ૨ વ્યક્તિના મોત

Ahmedabad Samay

અમદાવાદ મનપાના 48 વોર્ડની કુલ 192 બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન અંદાજે 2364 જેટલા લોકોએ દાવેદારી માટે ફોર્મ ભર્યા

Ahmedabad Samay

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્‍સ અને બુચ વિલ્‍મોર ૯ મહિના અને ૧૪ દિવસ બાદ ધરતી પર પાછા ફર્યા

Ahmedabad Samay

આ વર્ષે પણ નહીં થાય ૩૧ ડિસેમ્બરની,વધતા સંક્રમણના કારણે પાર્ટીક્લબ મેનેજમેન્ટે લીધ નિર્ણય

Ahmedabad Samay

L.G. ગ્રાઉન્ડ ભાડે આપતાં મણીનગર ના યુવાનો એ વિરોધ નોંધાવ્યો,મેયર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યુ.

Ahmedabad Samay

મોડીરાત્રે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાતમાં આગમન થયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો