કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ સાથે ઈન્ટરનેટ કનેક્ટિવિટી સતત હોવાથી સાયબર સિક્યોરિટીનો ખતરો હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે. આ સમય દરમિયાન અનેક સાયબર ગુનાઓ નોંધાયા પણ ખરા. પરંતુ સાયબર ગુના ઓને અટકાવી શકાય ફ્રોડ વેબસાઇટની ઓળખ થાય અને તે તમારા કમ્પ્યુટર, લેપટોપ કે મોબાઈલમાં ખુલે જ નહીં તેવું ડીવાઇઝ એક વિદ્યાર્થી દ્વારા તૈયાર કરાયું છે.
GTU ના વિદ્યાર્થી મંદાર વાઘમારેએ ‘નતાશા’ એટલે કે ન્યુટન સેમ્પલ થ્રેટ એનલાઇઝર સિક્યોર હોમ આસિસ્ટન્સ ડિવાઇસ તૈયાર કર્યું છે. આ ડિવાઇઝ એન્ટીવાયરસ અને ફાયર વોલનું કામ કરે છે. નતાશા નામના આ ડીવાઇઝમાં એક સાથે 18 જેટલા કમ્પ્યુટર, લેપટોપ અને મોબાઈલ કનેક્ટ કરી શકાય છે. જેમાં ફ્રોડ વેબસાઈટથી સુરક્ષા મળે છે.
આ ડિવાઇસમાં અત્યારે 65,000 જેટલી સાઈટની લિંકનો ડેટાબેઝ એકત્ર કરાયો છે. આ ડેટાબેઝ સિવાયની પણ જો કોઈ વેબસાઈટ સુરક્ષિત ના હોય તો તેને પણ બ્લોક કરીને સાયબર ફ્રોડથી યુઝર્સને સુરક્ષા પૂરું પાડે છે. આ ડીવાઇઝ વિદ્યાર્થીએ બે વર્ષની મહેનત દ્વારા તૈયાર કર્યુ છે અને તે પણ ખૂબ જ વ્યાજબી કિંમતે લોકોને મળે એ રીતે તૈયારીઓ પણ કરાઈ રહી છે. યુવાન દ્વારા તૈયાર કરાયેલુ આ ડિવાઇસ ઘર અને ઓફિસ માટે ફાયદેમંદ સાબિત થશે અને ભવિષ્યમાં સાયબર ગુનાઓ ઘટાડવામાં મદદરૂપ બનશે”