આજે જ્યારે માણસ માણસની પાસે જતા ડરે છે ત્યારે એક જીવદયા અને અશ્વપ્રેમ ની ઘટના સામે આવી રહી છે
મધ્યકાળમાં તો અશ્વ સાથેના માનવ સંબંધો એટલા ગાઢ હતા કે અશ્વને કુટુંબના એક સભ્ય જેટલું જ સ્થાન અને માન મળતું રહેલું. ત્યારે મુળી ના એક યુવાનના અશ્વને પેરેલાઇઝ થતા સતત પંદર દિવસના મૃત્યુ સામે ના સંઘર્ષ અંતે કાલ રાત્રે એણે અંતિમ શ્વાસ લીધા હતા . પણ આ ૧૫ દિવસ માં માંડવરાયજી ગૌશાળા પરિવાર તેમજ ઘોડીના માલિકે એ ઘોડીને બચાવવા દિવસ રાત મહેનત કરી હતી એ માટે એ ધન્યવાદ ને પાત્ર છે.
માંડવરાયજી ગૌશાળાના યુવાનો એ રાત દિવસ ઘોડીની પાસે રહીને ખોરાક પાણી દવા અને થતી તમામ સેવા કરી પણ હરી ઇચ્છા સામે કોઇનું ના ચાલ્યુ અને ઘોડી (હિરવા) પોતાનો દેહ છોડી હરિ શરણ પામી ગઈ ત્યારે ત્યાં સેવા કરી રહેલા યુવાનો એ જણાવ્યું મુળી સરકારી પશુ દવાખાને અપુરતા સ્ટાફ અને પાંખી હાજરી ના લીધે યોગ્ય સારવાર નથી મળી એ માટે એ લોકો ઉપર રજુઆત પણ કરવામાં આવશે તેમ છતા એ લોકોએ રાજકોટ અમદાવાદ થી દવાઓ અને ડોક્ટર ને બોલાવી પોતાનાથી થતી મહેનત કરી હતી હતી
ક્ષત્રિયો માટે શસ્ત્ર પૂજન એ શાસ્ત્ર આજ્ઞા છે અને અશ્વપૂજન ક્ષાત્ર રિવાજ અને વૈદિક સંસ્કારિતા. અશ્વો અને શસ્ત્રોને શાસ્ત્રોક્ત પ્રણાલી થી અભિમંત્રિત કરી એમનું પૂજન કરવું.