ભારતમાં હાલ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, તેને જોતા ભારતથી આવતી ફ્લાઈટ પર કેનેડામાં પ્રતિબંધ લગાવી દીધો છે. કેનેડાએ ભારત અને પાકિસ્તાનની આવતી ફ્લાઈટ પર વધુ એક મહિનાનો પ્રતિબંધ લગાવ્યો છે. એટલે કે, હવે 21 જૂન સુધી આ બંને દેશોની ફ્લાઈટ કેનેડા જઈ શકશે નહીં.
કેનેડાના પરિવહન મંત્રીએ કહ્યુ હતું કે, ઉડાન પર પ્રતિબંધ માલવાહક વિમાનો પર લાગૂ પડશે નહીં.કેનેડા, બ્રિટેન, સઉદી અરબ, ન્યૂઝીલેન્ડ, કુવૈત, ઓમાન, હોંગકોંગ, સિંગાપુર જેવા એક ડઝન જેટલા દેશોએ ભારતમાંથી આવતી ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ તમામની વચ્ચે ચીને ભારત માટે કાર્ગો વિમાનની સેવા પર રદ કરી છે.