શહેરમાં કોરોનાની સારવારના ભરેલા કરતા ખાલી બેડની સંખ્યા વધારે જોવા મળી હતી. શહેરમાં કોરોનાની સારવાર માટેના બેડમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમજ ખાનગી હોસ્પિટલોમાં પણ સારા પ્રમાણમાં બેડ ખાલી છે. વેન્ટિલેટરના ખાલી બેડમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં 43 ટકા બેડ જ ભરેયેલા છે. જ્યારે 57 ટકા બેડ ખાલી જોવા મળ્યા છે, શહેરમાં 5151બેડ ખાલી છે. જ્યારે 3916 બેડ ભરાયેલા છે.
શહેરમાં ઓક્સિજન અને આઇસીયુ બેડની હાલત જોઈએ તો AMC સંચાલિત SVP હોસ્પિટલ 133,એલ.જી હોસ્પિટલમાં 140,શારદાબેન હોસ્પિટલમાં 56,વી એસ હોસ્પિટલમાં 105,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેટેડ 175 ખાનગી હસ્પિટલમાં 2749 બેડ ખાલી છે. 237 નર્સિંગ હોમમાં 1008 બેડ ખાલી છે.
આ ઉપરાંત 6 સિવિલ હોસ્પિટલમાં 939 બેડ ખાલી છે. Esic હોસ્પિટલમાં 35 બેડ ખાલી છે . શહેરમાં આઇસીયુ અને ઓક્સિજનના ટોટલ 9067 બેડ છે જેમાંથી 3916બેડ ભરાયેલા છે. જ્યારે 5151 બેડ ખાલી છે.
બીજી બાજુ અમદાવાદ સિવિલમાં મ્યુકોરમાઇકોસિસના 8 વોર્ડ દર્દીઓ માટે ઊભા કરાયા છે, જે હવે લગભગ હાઉસફુલ થઈ ગયા છે. હાલમાં સિવિલમાં આશરે 489 દર્દી દાખલ છે.
ઇએનટી એસોસિયેશનના અંદાજ પ્રમાણે, રાજ્યમાં બ્લેક ફંગસના 5 હજારથી વધુ કેસ છે, જ્યારે માત્ર અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં 3 હજારથી વધારે કેસો છે. માત્ર અમદાવાદમાં અંદાજે 1 હજાર કેસ છે.
મ્યૂકર માઈકોસિસ’ની નવી બીમારીના કેસો આવતા હતા. જો કે હવે વ્હાઈટ ફંગસ નામની નવી બીમારી ઉભી થઈ છે. બિહારના પટનામાં 4 કેસ સામે આવ્યા બાદ હવે અમદાવાદમાં પણ વ્હાઈટ ફંગસના 3 કેસ મળી આવ્યાં છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં વ્હાઈટ ફંગસથી પીડિત 2 મહિલા અને એક પુરુષ પર ઓપરેશન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં કોરોના પછી મ્યુકરમાઇકોસિસની બીમારીનો કહેર જોવા મળી રહ્યો છે. દેશમાં સૌથી વધુ બ્લેક ફંગસ (મ્યુકરમાઇકોસિસ)ના કેસ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. આ મહામારીને કારણે રાજ્યમાં અત્યાર સુધી 70 દર્દી પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. અમદાવાદ સિવિલમાં આ મહામારીને કારણે સૌથી વધુ 35 દર્દીના મોત થયા છે.