સરકારી માલિકીના દૂરદર્શન (પ્રસાર ભારતી)એ એની હિન્દી સમાચાર ચૅનલ ઝઝ ન્યુઝના લોગોને લાલમાંથી કેસરી રંગનો કરી દીધો છે.
૧૬ એપ્રિલથી લાગુ થયેલા નવા લોગોમાં હિન્દીમાં ન્યુઝ શબ્દ પણ લખવામાં આવ્યો છે. ભારતના તિરંગામાં પણ ભગવો રંગ છે અને આ રંગ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે. આ નવા પરિવર્તનની જાહેરાત કરતાં દૂરદર્શને એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે : અમારાં મૂલ્યો એ જ છે, પણ તમે હવે અમને એક નવા રૂપમાં જોશો. પહેલાં ન જોયેલી સમાચારની યાત્રા માટે તૈયાર થઈ જાઓ. અનુભવ કરો તમામ નવા ઝઝ ન્યુઝના. આ બદલાવ કરવા અમારામાં હિંમત છે. ઝડપ સામે ચોકસાઈ, દાવા સામે હકીકત અને સનસનાટી સામે સત્ય; કારણ કે જો એ ઝઝ ન્યુઝ પર છે તો એ સત્ય હશે. ઝઝ ન્યુઝ, ભરોસા સચ કા. વિપક્ષો અને મીડિયા નિષ્ણાતોએ ચૅનલના લોગોના ભગવાકરણને લઈને સરકારની ટીકા કરી છે. સોશ્યલ મીડિયા પર પણ ઘણા યુઝર્સે લોગોનો રંગ બદલવાની ટીકા કરી છે
બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ નેતા મમતા બેનર્જીએ દૂરદર્શનની ન્યૂઝ ચેનલના લોગોના રંગમાં ફેરફાર પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે એવો સવાલ પણ ઉઠાવ્યો કે ચૂંટણી દરમિયાન કેન્દ્રીય પ્રસારણ મંત્રાલયે આ કેવી રીતે કર્યું? ચૂંટણી પંચને સંબોધતા મમતા બેનર્જીએ માંગ કરી હતી કે જૂનો વાદળી રંગ તાત્કાલિક પાછો લાવવા માટે પગલાં લેવામાં આવે
તેના પર મમતા બેનર્જીએ લખ્યું હતું આ બિલકુલ ગેરકાયદેસર છે.” બંગાળના મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, “જ્યારે સમગ્ર દેશના લોકો મતદાન કરવાના મૂડમાં છે, તો ચૂંટણી પંચ આ ભગવા તરફી કૃત્યને કેવી રીતે મંજૂરી આપી શકે? દૂરદર્શનના લોગોમાં મૂળ વાદળી રંગ તરત જ પાછો લાવવો જોઈએ