વાવાઝોડું ‘યાસ’ તેજીથી ઓડિશાના દક્ષિણમાં બાલાસોરની પાસે વધી રહ્યું છે. વાવાઝોડુ ‘યાસ’નું લેન્ડફોલ થવાનું શરૂ થઇ ચૂકયું છે. ઓડિશાના ધામરામાં ટકરાયા બાદ ૧૩૦ – ૧૪૦ કિ.મી. પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે. ‘યાસ’ વાવાઝોડાની અસર બંગાળમાં જોવા મળી છે. અનેક ઘરો નષ્ટ થયા છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા આ વાવાઝોડાની અસર ઓડિશા, પ.બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ અને બિહાર સહિત ૮ રાજ્યોમાં જોવા મળી રહી છે.
ઓડિશા અને બંગાળના તટિય વિસ્તારોમાં ભારે વરસાદના લીધે અનેક ફલાઇટ અને ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. ભૂવનેશ્વર એરપોર્ટ કાલ રાતથી બંધ છે. આ ઉપરાંત ભારતીય રેલવેએ ઓડિશા – બંગાળની દરેક ટ્રેનોને રદ્દ કરવામાં આવ્યા છે. વાવાઝોડાના કારણે ઓડિશા – બંગાળ ઉપરાંત બિહાર તેમજ ઝારખંડમાં પણ અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ‘યાસ’ વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને ઓડિશાના બાલાસોરના કિનારે ટકરાતા ભારે પવન ફુંકાવાની શરૂઆત થઇ છે.
ઓડિશા અને પ.બંગાળમાં ‘યાસ’ વાવાઝોડાને કારણે અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગઇકાલે સાંજે વાવાઝોડાએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. વાવાઝોડાના પગલે પ.બંગાળ અને ઓડિશા સરકારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને જોખમવાળા વિસ્તારથી ૧૨ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. ‘યાસ’ વાવાઝોડાની અસર બંગાળ, ઓડિશા, બિહાર સહિત ઝારખંડમાં પણ જોવા મળી છે. ઓડિશા અને બંગાળમાં અનેક સ્થળોએ સતત વરસાદ પડી રહ્યો છે.
વાવાઝોડા ‘યાસ’ના કારણે દરિયામાં ઉંચી-ઉંચી લહેરો ઉઠી રહી છે. વાવાઝોડાના કારણે ઓડિશાના ચાંદીપુર અને બાલાસોરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
‘યાસ’ વાવાઝોડાના કારણે પ.બંગાળના મેદિનીપુર, બાંકુરા, ઝારગ્રામ, દક્ષિણ ૨૪ પરગણા, કલકત્તા અને નાદિયામાં કેટલાક સ્થળો પર મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે.
એનડીઆરએફે વાવાઝોડું ”યાસ” માટે તૈયારીઓ હેઠળ ઓડિશા અને પ.બંગાળમાં અત્યાર સુધીના સૌથી વધુ ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ અંદામાન – નિકોબાર ટાપુ ‘યાસ’ વાવાઝોડાથી પ્રભાવિત થશે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, તામિલનાડુ, ઝારખંડ, અંદામાન ટાપુમાં એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે.
‘યાસ’ વાવાઝોડાના કારણે બંગાળ અને ઓરિસ્સાના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. ઓરિસ્સાના ચાંદીપુર અને બાલાસોર જિલ્લાના ઘમરામાં તેજ હવાઓની સાથે ભારે વરસાદ થઈ રહ્યો છે. અત્યંત ખતરનાક થઈ ચુકેલું આ વાવાઝોડું બપોરે ઓરિસ્સાના પારાદીપ અને સાગર આઇલેન્ડની વચ્ચેથી પસાર થશે.
‘યાસ’ વાવાઝોડાના કારણે એરફોર્સ અને નેવીએ પોતાના કેટલાક હેલિકોપ્ટર અને નૌકાઓ રાહત કાર્યમાં રિઝર્વ રાખી છે. વાવાઝોડાને લઇને ઓરિસ્સાના ૬ જિલ્લા હાઈ રિસ્ક ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આમાં બાલાસોર, ભદ્રક, કેન્દ્રપારા, જગજિતસિંઘપુર, મયૂરભંજ અને કેઓનઝાર સામેલ છે.