ગત સપ્તાહે થાઈલેન્ડના પશુ ચિકિત્સક ડૉ. થાનુ લિમ્પાપટ્ટનવનિચ પાસે એક અલગ જ દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. એક વ્યક્તિ પશુ ચિકિત્સક પાસે ઘાયલ વંદાને લઈને આવ્યો હતો, તેણે જણાવ્યું કે અન્ય વ્યક્તિએ ભૂલથી વંદા પર મગ મુકી દીધો હતો. તે વંદાને રસ્તા પર આ રીતે ન રાખી શકે, તેથી વંદાને તેના હાથમાં લઈને સાઈ રાક એનિમલ હોસ્પિટલમાં આવ્યો હતો. વંદાને લઈને આવનાર વ્યક્તિ પર હસવાની જગ્યાએ ડૉ. લિમ્પાપટ્ટનવનિચે વંદાનો વિનામૂલ્યે ઈલાજ કર્યો હતો.
ગઈકાલે રાતે કોઈ વ્યક્તિએ વંદા પર મુક્યો હતો. ત્યાંથી આ વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો અને તે વંદાના ઈલાજ માટે તાત્કાલિક પશુઓના ડૉકટર પાસે લઈ ગયો. વંદાની જીવિત રહેવાની સંભાવના 50-50 છે. વંદાની સારવાર કરનાર ડૉકટરે જણાવ્યું કે “આ કોઈ મજાક નથી, પરંતુ વિશ્વ પર રહેતા તમામ જીવ પ્રત્યેની કરુણા અને દયા છે. દરેક વ્યક્તિનું જીવન અનમોલ છે. કાશ દુનિયામાં આ પ્રકારના વધુ માણસો હોય.” ડૉકટરે સ્વીકાર્યું કે આ પ્રકારે પહેલી વાર કોઈ વંદાને લઈને આવ્યું હતું.
દુર્ભાગ્યવશ વાત હતી કે વંદાને જીવિત રાખવા માટે ઓક્સિજનયુક્ત કંટેનરમાં રાખવા સિવાય કોઈ બીજો વિકલ્પ નહોતો. ડૉ. થાનુ લિમ્પાપટ્ટનવનિચે જણાવ્યું કે વંદાની સારસંભાળ રાખવા માટે તેને પરત લઈ જવાની અનુમતિ આપવામાં આવી. ઈલાજ માટે કોઈ પણ ચાર્જ લેવામાં આવ્યો નથી.