સાઉથ હૈપ્ટનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ મુકાબલામાં ભારતી ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ એક વિકેટ લેતા જ ઇતિહાસ રચી દીધો હતો.
મેચના ત્રીજા દિવસે ઇશાંતે ડેવિન કોન્વેને 54 રન ઉપર આઉટ કર્યો હતો.આ વિકેટની સાથે જ તે ઈંગ્લેન્ડની ધરતી ઉપર સૌથી વધારે વિકેટ લેનાર પહેલો ભારતીય બોલર બની ગયો છે. ઇંગ્લેન્ડમાં ઇશાંતની આ 44મી સફળતા હતી.
આ પહેલા આ રેકોર્ડ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રહેલા કપિલ દેવના નામ પર હતો. કપિલે ઇંગ્લેન્ડમાં રમાયેલી 13 મેચોમાં 43 વિકેટ લીધી હતી. જ્યારે ઈશાંતના નામ ઉપર મેચોમાં હવે 44 વિકેટ થઈ ગઈ છે. ભારત તરફથી ઇંગ્લેન્ડની સરજમીન ઉપર હવે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બની ગયો છે.