ચેમ્બુર ફેસ્ટિવલમાં પરફોર્મ કરતી વખતે બોલિવૂડ સિંગર સોનુ નિગમ સાથે ગુંડાગર્દી થઈ છે. શિવસેનાના ધારાસભ્ય પ્રકાશ ફતરડેકરના દીકરા પર ધક્કામુક્કી કરવાનો આરોપ છે. આ દરમિયાન સોનુ નિગમને સામાન્ય ઈજા પણ થઈ છે. હવે સોનુએ આ મામલે FIR નોંધાવી છે.
કારણ શું હતું ગુંડાગર્દી કરવાનું કારણ
મુંબઈના સ્પેશિયલ સીપીનું કહેવું છે કે ધારાસભ્ય પોતે ન હતા પરંતુ તેમનો દીકરો કે ભત્રીજો સ્ટેજ પર સેલ્ફી લેવા ગયા તો સિક્યોરિટીએ તેમને રોક્યા. જેના પર વિવાદ થયો અને તેમાંથી એક વ્યક્તિએ સોનુ નિગમને ધક્કો મારી દીધો. પરંતુ જ્યારે પોલીસ ટીમ સોનુને મળી ત્યારે સોનુએ તે સમયે ફરિયાદ આપી ન હતી.
હવે નોંધાઈ FIR
સોનુ નિગમે પોલીસને નિવેદન આપ્યું છે અને ધારાસભ્ય પ્રકાશ ફતરડેકર (ઉદ્ધવ જૂથ)ના પુત્ર સ્વપ્નિલ ફતરડેકર વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. જેમાં સોનુ નિગમે તેની સાથે થયેલી ધક્કામુક્કી અને મારપીટની ફરિયાદ લખાવી છે. FIR મુજબ, ચેમ્બુર ફેસ્ટિવલમાં પરફોર્મ કરતી વખતે શિવસેનાના ધારાસભ્ય પ્રકાશ ફતરડેકરના પુત્રએ તેમને ધક્કો માર્યો છે. ધક્કામુક્કીમાં બચાવવા દરમિયાન સોનુ નિગમની ટીમના વ્યક્તિ મુસ્તફા ખાન ઈજા થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલો નહીં પરંતુ ધક્કામુક્કી થઈ છે, જેમાં સોનુની સાથે રહેલા એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ છે. પોલીસ સોનુના સંપર્કમાં છે.