અમદાવાદ સમય સમાચારપત્ર પરિવાર તરફથી કોંગ્રેસના સિનિયર નેતા શ્રી અહમદ પટેલના નિધન પર ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરેછે,
અહેમદ પટેલની એક પોલિટિકલ તરીકેની અદભૂત કારીગરી રહેલ હતી.અહેમદ પટેલ સોનિયા ગાંધીના પોલિટિકલ સેક્રેટરી તરીકે કોંગ્રેસમાં ખૂબ જ લાંબો સમય સુધી પાવર સેન્ટર રહ્યા હતા. તેમણે રાજીવ ગાંધીના પોલિટિકલ સેક્રેટરી તરીકે પણ ૧૯૮૫માં ફરજ બજાવી હતી. ૨૦૧૮માં તેમની પક્ષના ખજાનચી તરીકે નિમણૂંક કરાઈ હતી.
આઠવાર સાંસદ રહી ચૂકેલા અહેમદ પટેલ ત્રણવાર લોકસભા અને પાંચવાર રાજયસભા ચૂંટણી લડીને વિજેતા બન્યા હતા. ૨૦૧૭માં તેમણે રાજયસભાની ચૂંટણીમાં ખૂબ જ આકરી લડત આપીને જીત મેળવી હતી. તેમની ગણના કોંગ્રેસના ટ્રબલશૂટર તરીકે તેમજ અન્ય પક્ષો સાથેના કો-ઓર્ડિનેટર તરીકે પણ કરાતી હતી.