“રોહિત સાથેની સૂર્યવંશીમાં પણ તે પોલીસ અધિકારી છે. ત્યાં તેને વધુ એક ફિલ્મમાં આવો રોલ મળ્યો છે. અક્ષયકુમાર અને રંજિત તિવારીની ફિલ્મનું નામ ‘મિશન સિન્ડ્રેલા’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે રકુલપ્રીત સિંહ પણ કામ કરશે. તામિલ કલાસિક ‘રત્સાસન’ની આ હિન્દી રીમેક છે.
આ ફિલ્મમાં અક્ષયકુમાર પોલીસનું પાત્ર ભજવશે. આ ફિલ્મનું શૂટિંગ લંડન અને યુનાઇટેડ કિંગડમની વિવિધ જગ્યાએ ઓગસ્ટમાં શરૂ કરવામાં આવશે. આ એક એકશન થ્રિલર ફિલ્મ છે. જેમાં ચાઇલ્ડ સ્મગલિંગના રેકેટનો પર્દાફાશ કરતો અક્ષય જોવા મળશે.
જેેકી ભગનાણી સાથે ‘મિશન લાયન’માં પણ અક્ષયકુમાર કામ કરી રહ્યો હોવાની ચર્ચા છે. એવું લાગી રહ્યું છે કે અક્ષયકુમાર અગાઉ ખિલાડીકુમાર બન્યા પછી હવે બોલીવુડમાં ‘મિશન’ સિરીઝ બનાવી રહ્યો છે”