ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં મારામારીનો બનાવ સામે આવ્યો હતો. યુથ કોંગ્રેસની બેઠકમાં ઉગ્ર બોલાચાલી થઈ જે મારામારીમાં પરિણમી હતી. યુથ કોંગ્રેસ અધ્યક્ષ ગુલાબસિંહ રાજપૂત સામે અમુક લોકોએ ઉગ્ર દલીલો કરતા મામલો બિચક્યો હતો.
મામલો એટલી હદે ગરમાયો હતો કે બંને જૂથો આમને સામને આવી ગયા હતા. જે દરમિયાન નિખીલ સવાણી અને વિશ્વજીતસિંહ પર બીજા જૂથના લોકોએ હુમલો પણ કર્યો હતો. આપને જણાવી દઈએ કે, યુથ પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારીની હાજરીમાં જ આ મારામારી થઈ હતી.
આ ઘટનામાં કોઈને પણ ગંભીર ઈજા નથી પહોચી. પરંતુ બેઠકમાં મારામારી થવાને કારણે ઘણા સવાલો ઉઠ્યા હતા. જો કે, યુથ કોંગ્રેસ અધ્યક્ષ ગુલાબસિંહ અને કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર મારામારી ન થઈ હોવાનો રાગ આલાપી રહ્યા હતા”
“ગુજરાત યુથ કોંગ્રેસની બેઠકમાં થયેલા હોબાળાનો મુદ્દો દિલ્હી પહોંચ્યો હતો. હોબાળા બાબતે કુલ છ લોકોને કારણદર્શક નોટિસ પાઠવી હતી. જેમાં પ્રવિણ વણેલ, ઉપેન્દ્રસિહ જાડેજાને નોટિસ પાઠવી હતી સાથે અર્નિશ મિશ્રા, કરણસિંહ તોમર, નિખિલ સવાણી અને વિશ્વનાથ વાઘેલાને નોટિસ પાઠવી હતી.
જે બાદ યુથ કોંગ્રેસે ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખને દિલ્લી બોલાવ્યા હતા. અને પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે દિલ્હી જઇ ખુલાસો કરવો પડ્યો હતો. જો કે, કારણ દર્શક નોટિસના જવાબના આધારે પગલાં લેવાની વાત થઈ હતી”