September 13, 2024
ગુજરાતમનોરંજન

શ્રી રાજપૂત કરણી સેના રાજકોટ દ્વારા “પૃથ્વીરાજ” ફિલ્મના નિર્માતા – નિર્દેશન – લેખક વિરૂધ્ધ કાર્યવાહીની માંગ

નિર્માતા યશરાજ ફિન્સ , દિલ્હીની ગાદી પર બિરાજમાન અંતિમ હિન્દુ સમ્રાટ પરાક્રમી મહાવીર પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત એક ફિલ્મ બનાવવા જઈ રહયા છે .

આ ફિલ્મના નિર્દેશક તથા લેખક છે ચાણકય ફેઈમ ડો . ચંદ્રપ્રકાશ દ્વિવેદી . આ ફિલ્મમાં એક બાજુ અક્ષયકુમાર , સંજયદત તથા સોનુ સુદ જેવા મોટા કલાકારો આ ફિલ્મમાં અભિનય કરી રહયા છે તેમજ બીજી તરફ પુર્વ વિશ્વસુંદરી માનુષી ચિલ્લર બોલીવુડમાં પોતાનું પ્રદાર્પણ કરી રહી છે . પ્રખર હિન્દુ સમ્રાટ મહાવીર પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર બની રહી આ ફિલ્મનું સન્માનજનક નામ દેવું જોઈએ પરંતુ જાણી જોઈને આ ફિલ્મના નિર્માતા – નિર્દેશક – લેખકએ આ ફિલ્મને મહાવીર પૃથ્વીરાજ ચૌહાણના જીવન આધારિત આ ફિલ્મ માટે યોગ્ય તથા સન્માનજનક નામ નથી દેવામાં આવ્યું .

છેલ્લા એક વર્ષથી રાજપુત કરણી સેના આ ફિલ્મ અંગે ખુલ્લેઆમ આગળ વધી રહી છે . રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મહિપાલસિંહજી મકરાણીના નેતૃત્વમાં આ ફિલ્મના શુટીંગને રાજસ્થાનમાં રોકી દેવામાં આવી હતી . ફેબ્રુઆરીમાં શ્રી રાજપુત કરણી સેનાના મુંબઈના અધ્યક્ષ શ્રી દિલીપસિંહ રાજપુતએ યશરાજ ફિલ્મ સહિતના તમામ કલાકારો તથા નિર્માતા – નિર્દેશક ડો . ચંદ્રપ્રકાશ દ્વિવેદીને પત્ર લખી આ ફિલ્મના સંદર્ભમાં તથા તેના નામકરણે અંગે પોતાનો વાંધાઓ દર્શાવ્યા હતા તેમજ મુંબઈ પોલીસને પણ આવેદનપત્ર આપેલ હતું . તાજેતરમાં જ , મે મહિનામાં યશરાજ ફિન્સને અલ્ટીમેટમ આપતા , મુંબઈ પોલીસ કમીશનરશ્રીને આ ભાવનાને ઠેસ પહોંચાડવા બદલ ફિલ્મના નિર્માતા – નિર્દેશન – લેખક વિરૂધ્ધ કાર્યવાહીની માં કરવામાં આવી હતી .

જે સંદર્ભે શ્રી રાજપૂત કરણી સેના ના  રાજકોટ પ્રદેશ અધ્યક્ષ શ્રી જયદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા એ રાજકોટ પોલીસ કમિશનર શ્રી ને પૃથ્વીરાજ ફિલ્મનું નામ બદલી સન્માન જનક નામ આપવા બદલ અપીલ કરી છે અને આ બાબતે નોંધ લઈ નિર્માતા યશરાજ ફિલ્મ તથા નિર્દેશક – લેખક ડો . ચંદ્રપ્રકાશ દ્વિવેદીની વિરૂધ્ધ ધાર્મિક ભાવનાઓ સામે ઠેસ પહોંચાડવા , જાણી જોઈને રાજપુત સમાજને ઉશ્કેરવા તથા પ્રખર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની માનહાનિબદનામી કરવા સામે ફોજદારી કેસ નોંધવા નમ્ર અરજ સહ નિવેદન કર્યું હતું.

 

Related posts

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Ahmedabad Samay

ગેલેક્સી સ્પેશિયા ફ્લેટ કઠવાડા ખાતે નવરાત્રિ નુ સુંદર મજા નુ આયોજન કરવામાં આવ્યું છે.

Ahmedabad Samay

‘ખાવા માટે પૈસા નહોતા, રહેવા માટે છત ન હતી, લોન પર વિચિત્ર કપડાં પહેર્યા હતા…’ ઉર્ફીએ જણાવી આપવીતી..!

admin

આજ રોજ સર્કિટ હાઉસ ખાતે મરાઠી સમાજના શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટની મિટિંગ યોજાઇ.

Ahmedabad Samay

બાપા સીતારામ ગ્રુપ દ્વારા ધૈર્ય રાજ માટે ૨.૫૧.૫૦૧ રૂ. ફાળો એકત્રિત કરાયો

Ahmedabad Samay

સુશાસન યાત્રા અંતર્ગત યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી તેજસ્વી સુર્યાજીએ યાત્રા અંગે માહિતી આપી હતી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો