રથયાત્રા યોજાનાર છે અને શહેરમાં રણછોડરાય ના ભાવિ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભક્તો અને સાધુ સંતો તડામાર તૈયારીઓમાં વ્યસ્ત થઇ ગયા છે ભગવાનના મોસાળમાં પણ પૂજા વિધિ અને પુર જોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આજ રોજ રણછોડ મંદિર સરસપુર ખાતે ભગવાન જગન્નાથ જી ને નેત્ર શલાકા ના ધાર્મિક કાર્યક્રમ માં મહારાજ શ્રી લક્ષ્મણ દાસ જી મહારાજ ના સાંનિધ્ય માં અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના સંગઠન દ્વારા સેવા દ્વારા મંદિર માં સાધુ સંતો અને બાળકો ને ભંડારા નું આયોજન કરી ઉત્સવ મનાવવામાં આવ્યું.