અમદાવાદમાં કોરોના ને લઇ રાજ્ય સરકાર દ્વારા નવી ગાઇડલાઈન બહાર પાડવામાં આવી હતી જેમાં સવારના ૦૯ વાગ્યા થી ૦૩ વાગ્યા સુધી નો સમય નિર્ધારિત કરવામાં આવ્યું હતું અને રાત્રે ૦૮ વાગ્યા થી સવારના ૦૬ વાગ્યા સુધી કરફ્યુનો સમય રાખવામાં આવ્યો હતો જે હવે સમય ઘટાડી ને ૦૯ વાગ્યા થી કરફ્યુનો સમય નક્કી કરવામાં આવ્યું અને કડકાઇ પૂર્વક રાત્રી કરફ્યુનો પાલન કરવાનું કહેવામાં આવ્યું છે પરંતુ….
આ નરોડા પાટિયા વિસ્તારમાં જાણેઆ નિયમ ફક્ત સરકારી ચોપડા પુરતોજ છે તેવું જોવા મળી રહ્યું છે,કારણકે નરોડા પાટિયા થી થોડાજ અંતરે એક ટ્રાફિક પોલીસની ચોકી અને એક પોલીસ ચોકી આવેલી છે તો પણ પાટિયા પર ચાલતા દેશી દારૂના અડ્ડા, ખાણી પીણીની દુકાનો,પાનના ગલ્લા અને ચા ની કીટલીઓ રાત્રીના ૧૦ વાગ્યા સુધી ચાલુ રહે છે,
એટલુજ નહિ થોડા દિવસ પહેલા રાત્રીના ૦૯:૦૫ મિનિટે નરોડા પાટિયા પર રસ્તા પરથી પોતાના ઘરે પરત ફરતા એક રાહદારીને નાઇટ કરફ્યુનો ભગ કરવાના ગુન્હામાં ધરપકડ કરવામાં આવી હતી.
જ્યારે તેજ સ્થળે ઓછામાં ઓછા ૫૦ થી ૬૦ જેટલા દેશી દારૂના અડ્ડા ધમધમે છે ખાણી પીણીની દુકાનો, પાનના ગલ્લાઓ રાત્રીના ૧૦ વાગ્યા સુધી ચાલુ રહે છે ત્યાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી દારૂ પીધેલી હાલતમાં લથડીયા ખાતા લોકો જાહેરમાર્ગ પર ફરેછે ત્યારે તેવા લોકોને અને દારૂના અડ્ડા ચલાવનારની કોઇ ધરપકડ કરવામાં આવતી નથી કારણકે પોલીસના નરોડા પાટિયા વિસ્તારમાં અને છારાનગરમાં ઉચ્ચા હપ્તા ચાલતા હોયછે પોલીસને દારૂ પીધેલા હાલતમાં જાહેરમાર્ગમાં ચાલતા નહિ પણ નોકરી થી છૂટીને થોડું મોડું પડેલા લોકો ગંભીર ગુનાહમાં સંડોવાયેલા આરોપી લાગે છે અને હકીકતના આરોપીઓ અને બુટલેગરો બિન્દાસ્ત 24/7 પોતાનો અડ્ડો ચલાવે છે અને જાહેર માર્ગ પર ક્રિકેટ રમે છે.
નરોડા પાટિયાના આ દ્રશ્યો જોઈને એક કહેવત ખરેખર સાર્થક થાય છે કે “ કાનુન આંધળો છે ” ક્યાં સુધી નરોડા પાટિયા અને છારાનગરમાં પોલીસ આંખો બંધ રાખશે ક્યાં સુધી માસુમ લોકોનો ભોગ લેવાશે ?