“ગાંધીનગરના અક્ષરધામ પર થયેલા આતંકવાદી હુમલા પર આધારિત ‘સ્ટેટ ઓફ સીજ – ધ ટેમ્પલ અટેક’ઝી-ફાઇવ પર રિલીઝ થતાંની સાથે જ સુપરહિટ સાબિત થઈ ગઈ.
આ અગાઉ આ જ વેબ સિરીઝની પહેલી સીઝન તાજ હોટેલ પર થયેલા અટેક પર આધારિત હતી. બે સકસેસફુલ સીઝન પછી હવે નક્કી કરવામાં આવ્યું છે કે ‘સ્ટેટ ઓફ સીજ’ની ત્રીજી સીઝન ભારતીય સંસદભવન પર થયેલા હુમલાને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવશે.
એના પર કામ ચાલુ જ હતું પણ આ એક વિષય સિવાય પણ બીજા સબ્જેકટ પર કામ ચાલુ હોવાથી નક્કી નહોતું કરવામાં આવ્યું કે પહેલાં કયા આતંકવાદી હુમલા પર સિરીઝ બનાવવી, પણ હવે નક્કી થઈ ગયું છે.
સંસદભવન પરની આ સીઝન માટે પણ અક્ષય ખન્નાને અપ્રોચ કરવામાં આવ્યો છે. બની શકે તે ઓફર સ્વીકારે અને આ ત્રીજી સીઝનમાં પણ તે જ જોવા મળે”