એકાદશી ના દિવસે બની રહ્યા છે બે શુભ યોગ, જાણો મુહૂર્ત, વ્રત વિધિ અને તેનું મહત્વ
ધાર્મિક માન્યતા અનુસાર દેવશયની એકાદશીનું વ્રત તમામ વ્રતોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વ્રતને કરવાથી વ્યક્તિના બધા પાપ નષ્ટ થઈ જાઈ છે. આ વખતે દેવશયની એકાદશીનું વ્રત 20 મી જુલાઈ 2021 ના રોજ રાખવામાં આવશે અને આ વખતે દેવશયાની એકાદશીના દિવસે બે શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. હિંદુ કેલેંડર મુજબ અષાઢ શુક્લ એકાદશીને દેવશયની એકાદશી, વિષ્ણુ શયની એકાદશી, અષાઢી એકાદશી અને હરિદેવશયની એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે, આ દિવસથી ચતુર્માસની પણ શરૂઆત થઈ જાઈ છે, જેમાં ઘણા પ્રકારના શુભ કાર્યો કરવામાં આવતા નથી.
ધાર્મિક માન્યતા અનુસાર, જે વ્યક્તિ દેવશયની એકાદશીનું વ્રત કરે છે તેનાથી ભગવાન વિષ્ણુજી પ્રસન્ન થાય છે. જો તમે દેવશયની એકાદશીનું વ્રત વિધિપિર્વક સાંભળો અથવા પાઠ કરો છો ત્યારે તમને વ્રતનું ફળ મળી શકશે. આજે હું તમને આ લેખના માધ્યમથી એકાદશી વ્રત મુહૂર્ત, વ્રત નિયમ અને તેના મહત્વ વિશે માહિતી આપી રહ્યો છું.
દેવશયની એકાદશી વ્રત મુહૂર્ત:
એકાદશી તિથિ પ્રારંભ રાત્રે 09:59 વાગ્યાથી (19 જુલાઈ, 2021). એકાદશી તિથિ સમાપ્ત સાંજે – 07:17 વાગ્યે (20 જુલાઈ, 2021). એકાદશી વ્રત પારણ – સવારે 05:36 વાગ્યાથી 08: 21 વાગ્યા સુધી (જુલાઈ 21, 2021)
દેવશયની એકાદશીના દિવસે બની રહ્યા છે આ શુભ સંયોગ:
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે દેવશયની એકાદશી શુક્લ અને બ્રહ્મ યોગમાં ઉજવવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ બંને યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આ દરમિયાન કોઈ પણ કામ કરવામાં આવે તો તેમાં સફળતા મળે છે. આ યોગમાં કરવામાં આવેલ કાર્યથી સમ્માન પણ મળે છે.
એકાદશી વ્રત વિધિ અને નિયમ:
જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરી રહ્યા છે તેને એકાદશીના દિવસે વહેલી સવારે ઊઠીને વ્રતનો સંકલ્પ કરી શુદ્ધ જળથી સ્નાન કરવું જોઈએ. ત્યાર પછી વિધિપૂર્વક ભગવાન વિષ્ણુજીની પૂજા કરો અને રાતના સમયે દીવો દાન કરો. એકાદશીનું વ્રત રાખનારા લોકોએ એકાદશીની રાતે ભગવાન વિષ્ણુજીના ભજન-કીર્તન કરો. એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે તમે તમારું વ્રત પૂરું કરી લો તો વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુજી પાસે આપણાથી અજાણતાં થયેલી ભૂલ અથવા પાપ માટે ક્ષમા માંગો. તમે બીજા દિવસે સવારે એટલે કે બારશ તિથિ પર તેને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરીને બ્રાહ્મણને ભોજન કરાવો.
દેવશયની એકાદશી વ્રતનું ધાર્મિક મહત્વ:
જો આપણે દેવશયની એકાદશી વ્રતના ધાર્મિક મહત્વ વિશે જાણીએ તો ભગવાન વિષ્ણુજીએ વામન અવતાર લઈને રાજા બલી પાસે ત્રણ પગલાની જમીન માંગી હતી. ત્યારે બે પગલામાં પૃથ્વી અને સ્વર્ગ લોકને ભગવાન હરિએ માપી દીધા હતા અને જ્યારે ત્રીજો પગ રાખવા લાગ્યા ત્યારે બલીએ પોતાનું માથું આગળ રાખી દીધું હતું. ભગવાન વિષ્ણુજી રાજા બલીથી ખૂબ પ્રસન્ન થયા અને તેમણે પાતલ લોક તેને આપી દીધું અને તેમની ભક્તિને ધ્યાનમાં રાખીને તેને વરદાન માંગવાનું કહ્યું હતું. ત્યારે રાજા બલીએ કહ્યું હતું કે, “પ્રભુ! તમે દરેક દેવી-દેવીઓ સાથે મારા લોક પાતાળ લોકમાં વાસ કરો અને આ રીતે શ્રી હરિ દરેક દેવી-દેવતાઓ સાથે પાતાળ લોક ચાલ્યા ગયા. એવું કહેવાય છે કે આ દિવસ દેવશયની એકાદશીનો દિવસ હતો.
શાસ્ત્રી નિમેષ ભાઈ જોશી
મોબાઇલ નંબર ૯૭૨૭૦૫૯૬૮૩