August 9, 2026
અપરાધ

મેઘાણીનગરમાં આવેલ ભગવતી વિદ્યાલય ફરી આવી વિવાદમાં

ભગવતી વિદ્યાલયના ટ્રસ્ટીઓ ઉપર વધુ  એક વાર આંગળી ચીંધાઈ છે. સ્કૂલના ટ્રસ્ટીઓ ઉપર સ્કૂલમાં શિક્ષકની નોકરી આપવાના બહાને પૈસા પડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

સ્કૂલના ટ્રસ્ટીઓ એ તેમણીજ સ્કૂલમાં કામ કરતા સુપ્રિટેન્ડ જોડેજ છેતરપીંડી આચરી હતી. ભગવતી સ્કૂલમાં રાધેશ્યામ રામસુંદર ગોસ્વામી  ભગવતી વિદ્યાલય ખાતે સુપ્રિટેન્ડેન્ટ તરીકે નોકરી કરતા હતા. તેમને સ્કૂલના ટ્રસ્ટી શ્રીમતી સરસ્વતીબેન જયસિમે તવર તથા જયસિંહ તવર તથા લાલસિંગ પરિહારએ તેમને  જણાવેલ કે ,

સદર સ્કુલને જીલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ શહેર તરફથી હીંદી વિષય ના શિક્ષણ સહાયક કે જેમણે હિંન્દી વિષયમાં એમ,એ,બી.એડ ની શિક્ષણીક લાયકાત ધરાવતા ને  પગાર ધોરણ ૧૩ , ૩૦૦ / થી હીંદી માધ્યમની ભરતી માટે એન.ઓ.સી. મળેલ છે જે ઉમેદવાર સદર સ્કુલના વિકાસ માટે ફંડ ફાળો આપી શકે તેવા લાયકાત ધરાવતા શિક્ષકની ભરતી કરવાની છે.

આ વાતની જાણ થતાં તેમની પુત્રીને જાણ કરી અને પુત્રીના ઘરે વાત કરતા તેના સાસરી પક્ષમાં પણ વાત કરી પુત્રીને સ્કૂલના ટ્રસ્ટી શ્રીમતી રીટા તોમરને મળવા ગયા અંને ત્યાં રીટા તોમરે  ડીઓ કચેરી તરફથીસ્ટાફ ભરતી માટે એન , ઓ . સી . ૫ ત્ર ની નકલ આપી જણાવ્યું હતું કે  ,

તમામ ટ્રસ્ટી શ્રીએ નકકી કરે છે છે કે જે ઉમેદવાર સ્કૂલના વિકાસ  ફાળા માટે ફંડ ખાપે તેમને જ નોકરી એ રાખવાનું છે, તેમ સંપૂર્ણ વાત કરી અન્ય એક  ટ્રસ્ટી શ્રી નિકીતા તોમરને મળતા તેમને નોકરી આપવાની લાલચ આપીને સ્કૂલના ટ્રસ્ટના નામે બે લાખ પચાસ હજાર આપવાની વાત કરવામાં આવી હતી.

જેને લઈ સ્કૂલના ટ્રસ્ટના સામે બે લાખ પચાસ હજારના બે ભાગમાં જુદા જુદા ચેક આપવામાં આવ્યા હતા અને તે ચેક ક્લિયર પ્ણ થઈ ચૂક્યા હતા.આ વાતને ચાર વર્ષ પુરા થઇ ગયા હોવા છતાં આજ દિન સુધી નોકરી ઉપર લીધા નથી. કોર્ટ દ્વારા રસદર ટ્રસ્ટને નોટીસ પાઠવવા છતા હજુ સુધી નોકરી પર રાખેલ નથી બે લાખ પચાસ હજારની છેતરપિંડી કરી છે.

આ અંગે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Related posts

ગત રાત્રે એલ.ડી.એન્જિનિયર પાસે મતગણતરી સ્થાને પોલીસ કર્મી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા દારૂની મહેફિલ માણતા ઝડપાયા

Ahmedabad Samay

આનંદનગરમાં ઘરફોડ કરનાર આરોપીની ઝોન -૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઇ

Ahmedabad Samay

હરિયાણા: મેવાતના નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદના કાફલા પર પથ્થરમારો, થયો હોબાળો

Ahmedabad Samay

રાજકોટમાં વધ્યા આપઘાતના બનાવ: માતાએ પોતાના બે બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે પણ ગળે ટૂંપો દઈ દીધો

Ahmedabad Samay

ટંકારામાં નિયમોનુસાર શ્રમિકોની માહિતી નહિ આપનાર ત્રણ કોન્ટ્રાકટર વિરુદ્ધ ફરિયાદ

Ahmedabad Samay

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા બદલ ગાંધીનગરના દેહગામમાં નાના વિવાદ બાદ બે સમુદાયના લોકો સામસામે આવ્યા હતા. બંને બાજુથી ભારે પથ્થરમારો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો