રામોલમાં આઠેક જેટલા શખ્સોએ હાથમાં તલવાર અને ડંડા જેવા હથિયારો સાથે આતંક મચાવી વાહનોમાં તોડફોડ કરી છે. રામરાજ્ય નગરમાં રહેતા નરેશ બડગુજર નામના વ્યક્તિએ રામોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે આઠમી ડિસેમ્બરની મોડી રાત્રે તેઓની ચાલીમાં બાઈક ઉપર આઠેક જેટલા શખ્સો આવ્યા હતા અને વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. ઘરની બહાર બૂમાબૂમ અને અવાજ સાંભળીને
ફરિયાદીએ ઘરની બહાર આવીને જોયું તો આ સામાજિક તત્વો વાહનોમાં તોડફોડ કરી રહ્યા હતા.
એક તરફ શહેરમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તો બીજી તરફ કેટલીક ઘટનાઓ જોતા એવું લાગી રહ્યું છે કે અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઇ ડર જ રહ્યો નથી.