પેટ્રોલ ડીઝલના સતત ભાવ વધારા બાદ CNG ગાડીઓની ડિમાન્ડ વધવા લાગી છે.
ભારતીય બજારમાં સેડાન સેગમેન્ટમાં મારુતિ સુઝુકી ડિઝાયર અને હોન્ડા અમેઝની વચ્ચે હરીફાઈ ચાલી રહી છે. એક રિપોર્ટ અનુસાર, મારૂતિ સુઝુકી ટૂંક સમયમાં જ કંપની ફિટેડ CNG કિટ સાથે સ્વિફ્ટ અને ડિઝાયર લોન્ચ કરી શકે છે. હાલમાં કંપની આ બંને કારની CNG કિટ સાથે ટેસ્ટિંગ કરી રહી છે.
હોન્ડા કાર્સ ઈન્ડિયા કંપની પણ માર્કેટમાં CNG કાર લોન્ચ કરી શકે છે. મારૂતિની ટૂંક સમયમાં જ લોન્ચ થવા વાળી સ્વિફ્ટ ડિઝાયર CNGને ટક્કર આપવા માટે હોન્ડા કંપની અમેઝનો CNG મોડલ લોન્ચ કરવાની છે.
એક રિપોર્ટ અનુસાર, હોન્ડા અમેઝનો CNG મોડલને તેના ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવ્યું હતું. જો મારુતિ સુઝુકી ડિઝાયર અને હોન્ડા કંપની અમેઝ CNG કિટ સાથે લોન્ચ થશે, તો પછી હરીફાઈ રોમાંચક થવાની છે. જો હોન્ડા કંપની CNG અમેઝ લોન્ચ કરે છે તો પછી આ કંપનીની પ્રથમ CNG કાર હશે.
૧૭ ઓગસ્ટે હોન્ડા કાર્સ ઇન્ડિયા અપડેટેડ અમેઝ કોમ્પેકટ સેડાન લોન્ચ કરશે. નવા ફેસલિફ્ટ મોડલમાં ઘણા બદલાવ જોવા મળી શકે છે. ઇન્ટિરીયરમાં પણ ફેરફાર જોવા મળી શકે તેવી શકયતાઓ છે.
જો કે કંપનીએ હજુ ૨૦૨૧ હોન્ડા અમેઝ ફેસલિફ્ટને લઇને કોઇ જાણકારી આપી નથી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તેમાં કોસ્મેટિક બદલાવ જોવા મળશે.