November 3, 2024
જીવનશૈલી

પૂરતી અને સારી ઉંદ્ય લે છે તેમને હાર્ટ એટેકની શકયતા ૪૨ ટકા ઓછી

એક સંશોધન મુજબ જે લોકો પૂરતી અને સારી ઉંદ્ય લે છે તેમને હાર્ટ એટેકની શકયતા ૪૨ ટકા ઓછી રહે છે. સ્વસ્થ ઉંઘ પેટર્નનો મતલબ ૭ થી ૮ કલાક સુધીને સવારે જાગવું એટલું જ નથી પરંતુ દિવસે સુસ્તી કે ઉંઘ આવવી જોઇએ નહી. વિશ્વમાં હાર્ટ ફેલ થવાથી ૨.૬ કરોડથી વધુ લોકોના મોત થાય છે. ખાસ કરીને ઉંદ્યની સમસ્યા હાર્ટ ફેલ વધારવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે.

૨૦૦૬થી ૨૦૧૦ સુધી હોસ્પીટલમાં ફરજ બજાવતા યુકે બાયોબેંક દ્વારા ગત વર્ષ પ્રયોગ માટે ૩૭ થી ૭૩ વર્ષની ઉંમરના ૪૦૮૮૦૨ લોકોને સ્ટડી માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં ૧ એપ્રિલ ૨૦૧૯થી સુધી હાર્ટ ફેલ થવા અંગેના ડેટાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

શોધકર્તાઓને ૧૦ વર્ષ સુધીમાં હાર્ટફેલના સરેરાશ ૫૨૨૧ કેસ નોંધ્યા હતા. સંશોધકોએ ઉંઘની ગુણવત્તાના આધારે સમગ્ર દરેક કેસનું પૃથ્થકરણ કર્યુ હતું. મહામારી વિજ્ઞાાનના પ્રોફેસર ન્યૂ ઓરલિયન્સે સ્વસ્થ ઉંઘ માટે જે સ્કોર નકકી કરવા માટે પાંચ બાબતોને મહત્વ આપ્યું હતું.

ઉંદ્યની ગુણવત્તા માટે ઉંઘનો ગાળો, અનિદ્રા, ખરાંટા અને ઉંઘ સાથે જોડાયેલી અન્ય વિશેષતાઓ ધ્યાનમાં રાખી હતી. ઉંઘના ગાળાને ત્રણ પ્રકારમાં વહેચવામાં આવ્યો હતો જેમાં નાનો ગાળો ૭ કલાકથી ઓછો જયારે લાંબા ગાળામાં ૯ કલાક કે તેનાથી વધારેનો સમાવેશ થતો હતો. હાર્ટફેઇલની શકયતા ઘટાડવા માટે ઉંઘની પેટર્ન સુધારવા પર ભાર મુકવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ડાયાબિટીસ, લોહીનું ઉંચું દબાણ, દવાઓનો ઉપયોગ, આનુવાંશિક વિવિધતાઓ વગેરે બાબતોને પણ ધ્યાનમાં રાખવામાં આવી હતી. તમામ બાબતોનો ઉંડાણથી અભ્યાસ કરતા સારી ઉંઘ પેટર્ન ધરાવનારા ૪૨ ટકાને શકયતા ઓછી જોવા મળી હતી.

રસપ્રદ વાત તો એ હતી કે  સવારે જાગનારાઓમાં હાર્ટ ફેઇલનો ખતરો ૮ ટકા ઓછો રહે છે. જે ૭ થી ૮ કલાક ઉંઘતા હતા તેમણે હાર્ટફેઇલનો ખતરો ૧૨ ટકા જેટલો ઓછો હતો. જેમને અનિદ્રાની સમસ્યા ન હતી તેમને ૧૭ ટકા અને દિવસે ઉંદ્ય ન આવનારા લોકોમાં ૩૪ ટકા ખતરો ઓછો હતો

New up 01

Related posts

Mobile In Toilet: શું તમે પણ ટોયલેટમાં મોબાઈલનો ઉપયોગ કરો છો? આ રોગો હુમલો કરી શકે છે

Ahmedabad Samay

ચહેરા પરની કરચલીઓ અને વૃદ્ધત્વના ચિહ્નોને ઘટાડવામાં મદદરૂપ છે આ 4 ફળ, આજથી જ તમારા આહારમાં સામેલ કરો

Ahmedabad Samay

25 વર્ષની ઉંમરે સફેદ થઈ ગયા છે વાળ, તો અજમાવો આ ઉપાય, કુદરતી કાળા થઈ જશે વાળ

Ahmedabad Samay

હાઈ કોલેસ્ટ્રોલનું મજબૂત દુશ્મન છે આ વિચિત્ર ફળ, તેને ખાવાથી થશે અનેક ફાયદા

Ahmedabad Samay

Wrinkle: કરચલીઓ ચહેરા પર વૃદ્ધાઅવસ્થાની અસર દર્શાવે છે? યુવાન દેખાવાની રીતો જાણો….

Ahmedabad Samay

Face Steaming: ચહેરા પર સ્ટીમ લેવાથી કેમ ફાયદો થાય છે? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો