આમ આદમી પાર્ટીની મીડિયા કો-ઓર્ડીનેટર તુલી બેનર્જીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં છેલ્લાં ૨૭ જેટલાં વર્ષોથી સત્તામાં રહેલી ભાજપ સરકારના રાજમાં ગુજરાતના તમામ ક્ષેત્રમાં નિષ્ફળ નીવડી છે, ગુજરાતમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, ખેતી, વીજળી, પાણી, રોડ, સ્વચ્છતા સહિતના ક્ષેત્રમાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી રહી ત્યારે ભાજપ પાર્ટી લાજવાના બદલે ગાજવાનો કાર્યક્રમ આયોજિત કર્યો છે.
તુલી બેનર્જીએ વધુમાં જણાવ્યું છે કે નિષ્ફળ, ભ્રષ્ટ્ર અને તાનાશાહી ભાજપ પક્ષ જયારે શરમ નેવે મૂકીને ગુજરાતની જનતાની મજાક ઉડાડવા સમાન તાયફાઓ ઉજવે છે ત્યારે ભાજપની તમામ નિષ્ફળતાઓને ખોલવા માટેનો સમાંતર કાર્યક્રમ ગ્રાઉન્ડ ઉપર તેમ જ સોશિયલ મીડિયા કેમ્પેન દ્વારા આયોજિત કરશે.
આપ દ્વારા યોજાનાર કાર્યક્રમ આ અંતર્ગત યોજાશે,કયા દિવસે કયો કાર્યક્રમ કોણ યોજશે
01-08-2021 અજ્ઞાન દિવસ રાકેશ હિરપરા, શિક્ષણ સમિતિ સભ્ય, સુરત શિક્ષણ અવ્યવસ્થાની અધોગતિની વિગત રજૂ કરશે.
02-08-2021 – અસંવેદના દિવસ ભેમાભાઇ ચૌધરી, ઉપાધ્યક્ષ, ગુજરાત સ્વાસ્થ્ય વ્યવસ્થાની કથળેલી હાલત.
04-08-2021 – નારી વિરોધી ભાજપ દિવસ નિમિષાબેન ખૂંટ, સંગઠન મંત્રી અને તુલીબેન મીડિયા કોર્ડીનેટર મહિલા, શિક્ષણ, સ્વાસ્થ્ય અને મહિલાઓની સમસ્યા અંગે.
05-08-2021 – કિસાન વિરોધી ભાજપ દિવસ ઇસુદાન ગઢવી, નેતા ખેડૂતોના પ્રશ્નો અંગે.
06-08-2021 – બેરોજગાર દિવસ પ્રવિણ રામ, નેતા, આપ બેરોજગાર યુવાનોની આંકડાકીય માહિતી રજૂ કરશે.
07-08-2021 – અધોગતિ દિવસ મહેશ સવાણી, નેતા, આપ વિકાસના નામે થયેલી અદ્યોગતિ.
08-08-2021 – શહેરી સમસ્યા દિવસ અજિત લોખીલ, પ્રદેશ સંગઠન મંત્રી શહેરીકરણની સમસ્યાઓ.
09-08-2021 – વિશ્વ આદિવાસી દિવસ અર્જુન રાઠવા અને જયેશ સંગાડા,પ્રદેશ સંગઠન મંત્રી