July 12, 2024
ગુજરાત

એક મહિના સુધી સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની કમાન ભારતના હાથમાં આવશે

૧ ઓગસ્ટથી આવનાર એક મહિના સુધી સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની કમાન ભારતના હાથમાં આવવાની છે. ભારત પોતાની અધ્યક્ષતા હેઠળ સમુદ્રી સુરક્ષા, શાંતિ સ્થાપના અને આતંકવાદ પર આકરો પ્રહાર કરવા માટે તૈયાર રહેશે. મહાસભા અધ્યક્ષના કાર્યાલયથી મળેલી જાણકારી અનુસાર, ભારતનાં રાજદૂત ટીએસ તીરુમૂર્તિએ યુએન મહાસભા પ્રમુખને ભારતની અધ્યક્ષતા દરમિયાન થનાર ગતિવિધિથી વાકેફ કરાવ્યા હતા.

સંયુકત રાષ્ટ્રમાં હાલમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત તરીકે ટી. એસ. તીરુમૂર્તિ છે તેમણે ભારતને અધ્યક્ષતા મળવાના સંદર્ભે કહ્યું હતું કે ભારત માટે આ એક વિશેષ સમ્માનની બાબત છે અને વધારે મહત્વની વાત એ પણ છે કે ભારત આ જ મહિને પોતાનો ૭૫જ્રાટ સ્વાતંત્ર્ય દિવસ મનાવવા જય રહ્યો છે. સોમવારે એટલે કે ૨ ઓગસ્ટના દિવસે ભારતનો અધ્યક્ષપદે પ્રથમ દિવસ હશે. તિરુમૂર્તિ સંયુકત રીતે સંયુકત રાષ્ટ્રના મુખ્ય કાર્યાલયે સંમેલન કરશે એટલે કે અમુક સભ્યો વિડીયોકોન્ફરન્સિંગ થી અને અમુક લોકો ત્યાં હાજર રહીને કાર્યક્રમોંમાં ભાગ લેશે.

સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના અસ્થાયી સદસ્ય તરીકે ભારતનો કાર્યકાળ ૧ જાન્યુઆરી ૨૦૨૧ ના દિવસે શરૂ થયો હતો. આ અસ્થાયી સદસ્ય તરીકે ૨૦૨૧-૨૨ ના ભારતના કાર્યકાળ દરમિયાન ભારતની પ્રથમ અધ્યક્ષતા છે. ભારત આવતા વર્ષે ડિસેમ્બર મહિનામાં ફ્રી સુરક્ષા પરિષદના અધ્યક્ષપદે બિરાજશે. આ મહિને અધ્યક્ષ તરીકે ભારત એવા દેશો પાસેથી પણ મદદ લેશે જે પરિષદના સભ્ય તરીકે નથી.

પોતાની અધ્યક્ષતા દરમિયાન ભારત સમુદ્રી સુરક્ષા, શાંતિ રક્ષા અને આતંકવાદને રોકવા જેવા વિષયો પર ધ્યાન આપશે. આ મુદ્દા પર ઉચ્ચ સ્તરીય કાર્યક્રમોની અધ્યક્ષતા પણ કરશે અને કઠોર રણનીતિ બનાવવા પર ધ્યાન આપશે.

તિરુમૂર્તિએ કહ્યું હતું કે ભારત પરિષદની અંદર અને બહાર આતંકવાદ સામે લડવા પર ભાર આપતું આવ્યું છે. અમે આતંકવાદ સામે લડવાના પ્રયાસો મજબૂત કર્યા છે અને આતંકવાદને પોષણ આપનાર ધન અને તમામ પાસાઓ પર ધ્યાન આપ્યું છે. તો આ બાબતે દ્યટતી જાગરૂકતા પર પ્રકાશ પાડવા માટે પ્રયત્નો કર્યા છે.

ટી. એસ. તીરુમૂર્તિએ કહ્યું હતું કે સમુદ્રી સુરક્ષા ભારતની સૌથી મહત્વની પ્રાથમિકતા છે અને સુરક્ષા પરિષદ માટે આ મુદ્દે સમગ્ર વલણ બદલવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે શાંતિરક્ષણનો વિષય અમારી સૌથી લાંબી અને મહત્વની ભાગીદારી જોતાં મહત્વનો વિષય બની જાય છે.

ભારત હંમેશા આતંકવાદ રોકવાના પ્રયાસોને બળ આપતો રહેશે. અને પરિષદ અપરાધીઓને સજા મળે તે માટે પણ પ્રયત્નશીલ રહેશે

New up 01

Related posts

ડ્રીમ વર્લ્ડ ડાન્સ એકેડમી દ્વારા અમદાવાદમાં યોજાયો ભવ્ય કાર્યક્રમ નિરવાણા અહસાસો કી બૌછાર

Ahmedabad Samay

નરોડાના ગેલેક્સી સિનેમા સામે આવેલ અંડરબ્રિજ ત્રણ દિવસ માટે બંધ

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિસિલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ

Ahmedabad Samay

મહિલા ઉન્નતિ સંસ્થા ગુજરાત પ્રદેશની ટીમે દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ખાસ કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

હાર્દિક પટેલ પાક્કો પોલિટીસીયન નીકળ્યો, આખરે ભાજપમાં જોડાયો

Ahmedabad Samay

છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાય ઓવર બ્રિજના મુદ્દે બેસણા નું અનોખો કાર્યક્રમ યોજવા જતા પોલીસે બળ વાપરી ટીંગા ટોઢી કરી કરવામાં આવેલી ધરપકડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો