March 25, 2025
દેશ

અમેરિકાએ ૩૬ કલાકમાં જ લીધો બદલો, એરસ્ટ્રાઇ કરી અમેરિકાએ લીધો બદલો

અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર બોંબ ધડાકો કરી અમેરિકા સહિત સમગ્ર વિશ્વને હચમચાવી નાખનર આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટના ‘બુરા દિવસો’ શરૂ થઇ ગયા છે. કાબુલ એરપોર્ટ પર થયેલા ધડાકામાં પોતાના ૧૩ સૈનિકો ગુમાવનાર અમેરિકા બદલાતી આગમાં સળગી રહ્યુ છે અને હુમલાના માત્ર ૪૮ કલાકમાં જ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ISના આતંકીઓ વિરૂધ્ધ  એર સ્ટ્રાઇક કરી છે અને તેમાં મુખ્ય ષડયંત્રકાર માર્યો ગયો છે.

અમેરિકાએ શનિવારે વહેલી સવારે પોતાને ઇસ્લામિક સ્ટેટ ગણાવતા આતંકવાદી સંગઠન સામે ડ્રોન હુમલા કર્યા છે. અહેવાલ છે કે, અમેરિકાએ અફદ્યાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પાસે થયેલા વિસ્ફોટોનો બદલો લીધો છે. પેન્ટાગોને શનિવારે આ માહિતી આપી હતી. એરપોર્ટ પર આત્મદ્યાતી બોમ્બ ધડાકામાં ઓછામાં ઓછા ૧૬૯ લોકો માર્યા ગયા હતા. ૧૩ અમેરિકન સૈનિકો પણ આ આતંકી હુમલામાં જીવ ગુમાવનારાઓમાં સામેલ છે. ઇસ્લામિક સ્ટેટ (ISIS-K) ના ખોરાસન મોડલે આ બોમ્બ ધડાકાની જવાબદારી સ્વીકારી હતી. આ દરમિયાન, અમેરિકાએ કાબુલ એરપોર્ટ પર બીજા હુમલાની શકયતા વ્યકત કરી છે અને તેના નાગરિકોને તાત્કાલિક બહાર જવા વિનંતી કરી છે.

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ સેનાએ નંગહાર પ્રાંતમાં આ હુમલા કર્યા છે. સુરક્ષાના કારણોસર, અમેરિકી નાગરિકોને વિભિન્ન દરવાજા મારફતે શ્નદ્બજીદ્બલૃ એરપોર્ટ છોડવાનું કહેવામાં આવ્યું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના પ્રવકતા કેપ્ટન બિલ અર્બને એક નિવેદન બહાર પાડ્યું, ‘યુએસ લશ્કરી દળોએ આઈએસઆઈએસ-કે પ્લાનર વિરુદ્ઘ આતંકવાદ વિરોધી ઓપરેશન હાથ ધર્યું.’ ઇસ્લામિક સ્ટેટ ખોરાસને કાબુલ એરપોર્ટ પર હુમલાની જવાબદારી લીધી. જોકે, આ ડ્રોન હુમલાથી આઇએસને થયેલા નુકસાન વિશેની હજી કોઇ માહિતી નથી મળી.

Related posts

કોરોના વેકસીનને લઈ આવ્યા સારા સમાચાર, માર્ચ સુધી આવી શકેછે વેકસીન

Ahmedabad Samay

Republic Day 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 74માં પ્રજાસત્તાક દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

Ahmedabad Samay

મોંઘવારીનો આંક પહોંચ્યો ૭.૩૯ ટકાએ

Ahmedabad Samay

ભાજપના એક ઉમેદવારની કારમાંથી મળેલા ઈવીએમના પગલે ખળભળાટ મચી ગયો

Ahmedabad Samay

શ્રી પંકજ મિશ્રા બન્યા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ

Ahmedabad Samay

નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે સામાન્‍ય બજેટ રજૂ કર્યુ છે, જાણો બજેટની મહત્વની વાતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો