નાયબ મુખ્યમંત્રી એ બેડ ખૂટી પડયાના દાવા ને નકારયા બાદ અમદાવાદ સમય ટિમ દ્વારા તેમના આ દાવા ની તપાસ કરતા જાણવા મળ્યું કે તેમનો આ દાવો તદ્દન ખોટો છે. અમદાવાદ સમય ની ટિમ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફોન કરવા પર જાણવા મળ્યું કે એક પણ બેડ ખાલી નથી આઇ.સી. યુ અને કોઇ વેન્ટિલેટર પણ ખાલી નથી તેવું જણાવવામાં આવ્યું, જેથી સાફ ખબર પડે છે કે કોરોના ની આવી પરિસ્થિતિમાં પણ નાયબ મુખ્યમંત્રી પોતાની સરકાર ની કોવિડ ને નિયંત્રણ કરવાની અસફળતા ને છુપાવી રહ્યા છે અને ખોટા ખોટા દાવા કરી રહ્યા છે