શહેરનું ગ્રીન કવર ૧૫ % સુધી લઈ જવાનાં લક્ષ્યાંક સાથે શહેરીજનો પોતાના ઘરે , સોસાયટી , ઓફિસ કે સંસ્થાની જગ્યામાં સહેલાઇથી વૃક્ષારોપણ કરી શકે તે માટે મ્યુનિસિપલ કમિશનરશ્રી જણાવે છે કે ૦૫ જૂન ૨૦૨૧ થી ૩૦ સપ્ટેમ્બર , ૨૦૨૧ દરમ્યાન AMC – સેવા મોબાઇલ એપ્લીકેશન દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકશે .
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપનાં ઘરે ૨૫ જૂન થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન નિઃશુલ્ક વૃક્ષારોપણ કરી આપવામાં આવશે .