September 21, 2026
ગુજરાત

અમદાવાદની અનાથ દીકરીને અમેરિકાના દંપતીએ દત્તક લીધી

અમદાવાદના ઓઢવના શિશુ ગૃહ ખાતે 5 વર્ષની અર્પિતા નામની દીકરીને અમેરિકન દંપત્તિ- નાથન અને જેસિકાએ દત્તક લીધી. સોમવારે ઓઢવ શિશુ ગૃહ ખાતે ભાવસભર વાતાવરણમાં યોજોયેલા આ દિકરીને દત્તક લેવાના કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ કહ્યું કે, અમેરિકન દંપત્તિને દીકરી દત્તક લેવા બદલ હું અભિનંદન પાઠવું છું અને મને વિશ્વાસ છે કે હવે અર્પિતાનું ભાવિ વધુ સુરક્ષિત બનશે. તેમણે ઉમેર્યું હતું કે, હવે અર્પિતાને પરિવારનો પ્રેમ અને હૂંફ મળશે.

દીકરીને દત્તક પ્રક્રિયા લેવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મીડીયા સાથેની વાતચીતમાં નાથને રાજીપો વ્યક્ત કરતા કહ્યું કે, હું દીકરીને દત્તક લઈને ખુબ ખુશ છું. ઉલ્લેખનીય છે કે 5 વર્ષની અર્પિતા ગાંધીનગર ખાતેથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ તેનો ઉછેર ઓઢવ ખાતેના શિશુગૃહમાં કરવામાં આવ્યો હતો. અમેરિકન દંપત્તિએ અર્પિતાનું નામ જૉય રાખ્યું છે

Related posts

AHPના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ બેઠકમાં જણાવ્યું કે, આગામી સમયમાં હિંદુ લઘુમતીમાં મૂકાઈ જશે

Ahmedabad Samay

આજથી અમદાવાદ શહેરના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં ત્રણ દિવસનો પાણી કાપ રહેશે

Ahmedabad Samay

૧૧૬ જેટલા ASI ને PSI તરીકે આપ્યું પ્રમોશન

Ahmedabad Samay

અમદાવાદમાં આગામી માર્ચ મહિના સુધીમાં 5 ઇલેક્ટ્રિક વાહનો માટે હવે ચાર્જીંગ સ્ટેશન શરુ કરવામાં આવશે

Ahmedabad Samay

કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

Ahmedabad Samay

અમદાવાદમાં ગુમ થયેલા 3 બાળકો આખરે કાલુપુરથી મળી આવ્યા, જાણો શું હતો મામલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો