September 22, 2026
ગુજરાતરાજકારણ

મહારાષ્ટ્ર ભવન સેક્ટર-૨૧ ગાંધીનગર ખાતે ગાંધીનગર મહાનગર કોર્પોરેશનની ચુંટણી અંગે અગત્યની બેઠક યોજાઈ

આજરોજ મહારાષ્ટ્ર ભવન સેક્ટર-૨૧ ગાંધીનગર ખાતે ગાંધીનગર મહાનગર કોર્પોરેશનની ચુંટણી અંગે એક અગત્યની બેઠક પ્રદેશ મહામંત્રીશ્રી અને કર્ણાવતી મહાનગરના પ્રભારીશ્રી પ્રદીપસિંહ વાઘેલા, ગાંધીનગર મહાનગરના ચુંટણી ઇન્ચાર્જશ્રી અમિતભાઈ ઠાકર, ગાંધીનગર મહાનગરના અધ્યક્ષશ્રી રુચિરભાઈ ભટ્ટ, ગાંધીનગર જીલ્લાના અધ્યક્ષશ્રી અનીલભાઈ પટેલ અને કર્ણાવતી મહાનગરના મહામંત્રીશ્રી પરેશભાઈ લાખાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

આ બેઠકમાં કર્ણાવતી મહાનગરના વિવિધ શ્રેણીના કાર્યકર્તાશ્રીઓ કે જેમને ગાંધીનગર મહાનગરની ચુંટણીની જવાબદારી સોંપેલ છે તેવા અપેક્ષિત કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી પ્રદીપસિંહ વાઘેલાએ સૌને સંબોધતા જણાવ્યું કે ભાજપા દેશના કોઈપણ ખૂણામાં કોઈ પણ ચુંટણી જીતે તો તેનો આનંદ ભાજપાના કાર્યકર્તાશ્રીઓ અનુભવતા હોય છે ત્યારે દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહની લોકસભામાં આવતી ગાંધીનગર કોર્પોરેશનમાં ભવ્ય જીત થી આપણો આંનદ બેવડાઈ જવાનો છે. પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલ સાહેબના માર્ગદશનમાં બનાવેલ પેજ સમિતિના અમોધ શસ્ત્રના કારણે તાજેતરમાં યોજાયેલ ૯ વિધાનસભાની પેટા ચુંટણીમાં અને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં એક રેકોર્ડ બ્રેક વિજય ભાજપાએ હાંસિલ કર્યો છે. ૫ સભ્યોના પરિવારમાંથી એક વ્યક્તિને પેજ સમિતિના સભ્ય બનાવીને તેમને રાષ્ટ્ર પ્રથમની ભાવના અને સેવાયજ્ઞમાં જોડી શકીએ તો દરેક પરિવાર એ ભાજપાનો પરિવાર લક્ષ્યાંક આપણે પરિપૂર્ણ કરી શકીશું, તેમ જણાવી પેજ સમિતિની તમામ સંરચનાઓ પરિપૂર્ણ કરી સૌ કાર્યકર્તાઓને જવાબદારી સોંપવાની હાકલ શ્રી પ્રદીપસિંહ વાઘેલાજીએ કરી હતી.
કર્ણાવતી મહાનગરના કાર્યકર્તાઓના પરિશ્રમને બિરદાવતા શ્રી વાઘેલાએ જણાવ્યું કે કર્ણાવતી મહાનગરના મજબુત સંગઠનના કારણે જ ગુજરાતનું સંગઠન મજબુત બન્યું છે અને ગાંધીનગર મહાનગરને ભવ્ય વિજય અપાવવાની જવાબદારી પણ કર્ણાવતી મહાનગરના મજબુત સંગઠનના શિરે છે. શ્રી વાઘેલાએ બંગાળનું ઉદાહરણ આપતા જણાવ્યું કે ગુજરાતના સપૂતશ્રી નરેન્દ્રભાઈ અને શ્રી અમિતભાઈના પરિશ્રમના કારણે બંગાળમાં ભાજપાનો મત પ્રતિશત ૩% થી વધી ૪૦% જેટલો રહેવા પામ્યો છે. શ્રી વાઘેલાએ વધુમાં જણાવ્યું કે કર્ણાવતી મહાનગરની કોર્પોરેશનની ચુંટણીમાં ૧૬૦ બેઠકો સાથે અભૂતપૂર્વ વિજય મેળવનાર કર્ણાવતી મહાનગરના કાર્યકર્તાશ્રીઓ ગાંધીનગર મહાનગરની ચુંટણીઓમાં પણ ચોક્કસ થી રેકોર્ડ સર્જશે તેવો વિશ્વાસ શ્રી વાઘેલાએ વ્યકત કર્યો હતો.
ગાંધીનગર મહાનગરના ચુંટણી ઇન્ચાર્જશ્રી અમિતભાઈ ઠાકરે જણાવ્યું કે ૧૧ વોર્ડની ૪૪ બેઠકો ઉપર ભવ્યાતિભવ્ય વિજય મેળવીને જનસેવાના નવા આયામો ભાજપા પ્રસ્થાપિત કરવા જઈ રહ્યું છે. ભાજપાના બુથ સમિતિ અને પેજ સમિતિના માઈક્રો મેનેજમેન્ટના કારણે તમામે તમામ બુથ પર ભાજપાનો ભવ્ય વિજય નિશ્ચિત છે. મતદાનને ગણતરીના દિવસો બાકી હોઈ એકે એક મતદારનો સંપર્ક કરી ભાજપાના તરફેણમાં મતદાન કરાવવાની જવાબદારી બુથ સમિતિ તેમજ પેજ સમિતિના શિરે છે.

Related posts

કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇ.કે.જાડેજા, નિકુલ મારુ સહિતના અન્ય કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યો

Ahmedabad Samay

વટવામાંથી ખાનગી બ્રાન્ડના શરબતના ડુપ્લીકેટ પાઉચ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરી ઝડપાઈ

Ahmedabad Samay

સુરત શહેર ક્રાઈમ બ્રાંચ અને ડુમસ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,સુરત એરપોર્ટ પર ૬ કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Ahmedabad Samay

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ ૧૯૯૨માં વટવા વિસ્તારમાં થયેલી એક યુવતીની હત્યાનો ભેદ ઉકેલયો, જાણો શુ હતો સમગ્ર મામલો

Ahmedabad Samay

PM મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાતનો વડોદરાથી થયું પ્રારંભ

Ahmedabad Samay

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો