July 22, 2026
ગુજરાત

અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં ઓમીક્રોનનો કેસ થયો દાખલ, રાજ્યમાં કુલ ૧૦ કેસ થયા ઓમીક્રોનના

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડમાં એક દર્દી સારવાર હેઠળ છે. મૂળ આણંદના 48 વર્ષિય ઓમિક્રોન પોઝિટિવ દર્દીને સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલ ઓમિક્રોન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ દર્દી સંપૂર્ણ સ્વસ્થ છે. મહત્વનુ છે કે દર્દી લંડનથી દુબઇનો પ્રવાસ કરીને અમદાવાદ આવ્યા હતા. જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમની સારવાર અમદાવાદ સિવિલ ખાતે જ કરવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે રાજ્યમાં કોરોના નવા ઓમિક્રોનનો ખતરો ઝડપથી ફેલાઈ રહ્યો છે. ગઈકાલે રાજ્યમાં ઓમિક્રોનના વધુ ત્રણ નવા કેસ નોંધાયા છે. વિદેશથી પરત આવેલા ત્રણ લોકો ઓમિક્રોનથી સંક્રમિત મળ્યા છે.બ્રિટનથી આવેલ બે પુરૂષો અને યુએઈથી આવેલા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે ગુજરાતમાં ઓમિક્રોન કેસની સંખ્યા વધી 10 પર પહોંચી છે. ઓમિક્રોનના નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

રાજ્યમાં નોંધાયેલા 3 નવા કેસ ગાંધીનગર કોર્પોરેશન, સુરત મહાનગરપાલિકા અને આણંદ શહેરી વિસ્તારની હદમાં નોંધાયા છે. રાજ્યમાં આ 3 નવા કેસ સાથે ઓમિક્રોન કેસની સંખ્યાનો આંકડો 10 પર પહોંચ્યો છે. ગઈકાલે 17 ડિસેમ્બરે વડોદરામાં 2 કેસ નોંધાયા હતા. જ્યારે જામનગરમાં 3 દર્દી સાજા થયાં હતાં.

Related posts

ગુજરાત સરકારનો એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ આખરે શરૂ.

Ahmedabad Samay

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી, જાણો ક્યાં ખાબકશે વરસાદ

Ahmedabad Samay

આ વર્ષે મકરસંક્રાન્‍તિ પહેલાં કાચા માલના ભાવમાં વધારો થવાથી પતંગના ભાવમાં ૪૦ ટકાનો વધારો થયો

Ahmedabad Samay

પટેલ સરકારમાં ૧૨ જેટલાં નવા ચહેરાઓનો પ્રધાનમંડળમાં સમાવેશ થઇ શકે

Ahmedabad Samay

હજુ સુધી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના ૫૫૧ દર્દીઓની સર્જરી કરાઇ

Ahmedabad Samay

ગુજરાત સ્ટેટ રેસલિંગ દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો