June 25, 2026
ગુજરાત

કોરોના કેસ વધતા અમુક વિસ્તાર ફરી માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા

અમદાવાદમાં કોરોના સંક્રમણ વકરતા જ ફરી કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જેમાં ચાંદલોડીયાની ICB આઇલેન્ડના 4 ઘરના 13 લોકો અને ચાંદખેડાની દિવ્યજીવન સોસાયટીના 4 ઘરના 15 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરોગ્ય વિભાગ કોરોનાને રોકવા ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને ટ્રેસિંગ પર ભાર મુકી રહ્યું છે.અમદાવાદમાં 21 હજારથી વધુ લોકોને પાછલા 24 કલાકમાં રસી આપવામાં આવી.

અમદાવાદમાં કોરોના અને એમિક્રોનના કેસ પ્રતિદીન વધી રહ્યા છે ત્યારે શાળાએ જતા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત ના થાય એ બાબતે શિક્ષણ વિભાગ પણ પુરતી તકેદારી રાખી રહ્યું છે. આ તમામ શાળાઓમાં સરકારની ગાઈડ લાઈનનું ફરજિયાત પાલન થાય એ બાબતે ઈન્સ્પેક્ટિંગ સ્ટાફને સુચના અપાઈ છે. જ્યારે ઇન્સ્પેક્ટિંગ સ્ટાફ દ્વારા તમામ શાળાઓની વિઝિટ કરી તકેદારીના પગલા ચકાસવામાં આવી રહ્યા છે.

આ દરમ્યાન અમદાવાદમાં ઓમિક્રોનના કુલ 7 કેસ નોંધાયા છે ત્યારે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે દેશથી આવતા લોકો દ્વારા ક્વોરન્ટાઇન નિયમ ભંગ કરનાર 12 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ચુકી છે,તેમજ બાળકોમાં વેક્સિન ન લીધી હોવાને કારણે જોખમ વધુ હોવાનું પણ સામે આવી રહ્યું.

New up 01

Related posts

સુભાષબ્રિજ બાદ હવે ઈન્કમટેક્સ બ્રિજ પર લાગેલા જોઇન્ટ તૂટી જતા બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ નિલકંઠ પેરાડાઈસ કોમ્પ્લેક્સમાં સ્પા ની આડ માં ચાલતું કૂટનખાનું ઝડપાયું

Ahmedabad Samay

ભરૂચ શહેર અને જિલ્લામાં લાકડાંમાં કિલોએ માત્ર 1 રૂપિયાનો વધારો છતાં વેચાણ ઘટ્યું…

Ahmedabad Samay

મેમ્કો પ્રેમ નગર સૈજપુર બોર્ડ ખાતે પાકિસ્તાનના ધ્વજનો બહિષ્કાર કરવામાં આવ્યો

Ahmedabad Samay

કોરોના પોઝિટિવ ન્યૂઝ,આજે ૩૦૨૩ દર્દી સાજા થયા

Ahmedabad Samay

આ વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ચોમાસું ફળિયું: રાજકોટમાં મગફળીનું બે લાખ હેકટરથી વધુ વાવેતર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો