July 15, 2026
દેશ

વડાપ્રધાન મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં મોટી ખામી

વડાપ્રધાન મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં મોટી ખામી સર્જાઇ પ્રધાનમંત્રી મોદીના કાફલાને ખેડૂતોએ 20 મિનિટ સુધી ફ્લાય ઓવર પર રોક્યો, કેન્દ્રિય ગૃહ મંત્રાલયે પ્રધાનમંત્રી નરેન્ફ્રભાઇ મોદીની સુરક્ષામાં ગંભીર ખામીની નોંધ લેતા પંજાબ સરકાર પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો, પંજાબ સરકારને અગાઉથી જ જાણ કરાઈ હતી,

પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે જાણ છતાં પંજાબ પ્રસાશન દ્વારા ચૂક રખાઈ, સુરક્ષામાં ચૂક જણાતાં પ્રધાનમંત્રીનો કાફલો ભટિન્ડા એરપોર્ટ જવા પરત ફર્યો.

ભટિંડા એરપોર્ટના અધિકારીએ જણાવ્યું કે ભટિંડા એરપોર્ટ પર પાછા ફર્યા પછી પ્રધાનમંત્રી મોદીએ ત્યાંના અધિકારીઓને કહ્યું હતું કે “તમારા મુખ્યમંત્રીનો આભાર કે હું ભટિંડા એરપોર્ટ સુધી જીવતો પરત ફરી શક્યો.”

ગૃહ મંત્રાલય તરફથી નિવેદન જારી થયુ હતુ અને પંજાબ સરકાર પાસે જવાબ માંગવામાં આવ્‍યો છે.

ભાજપે આ બાબતે સીએમ ચન્‍નીનું રાજીનામુ માંગ્‍યુ છે. ગૃહ મંત્રાલય તરફથી જણાવાયુ છે કે પીએમ મોદી સવારે ભટીંડા પહોંચ્‍યા હતા પછી ત્‍યાંથી તેમને હેલિકોપ્‍ટરથી હુસેનીવાલા જવાનું હતુ પરંતુ ભારે વરસાદના કારણે પીએમને ૨૦ મિનીટ રાહ જોવી પડી હતી,બાદમાં આસમાન સાફ ન થતા તેમણે રસ્‍તા માર્ગેથી ત્‍યાં જવાનો નિર્ણય લીધોઃ જેમાં બે કલાક લાગવાના હતા. કાફલો જ્‍યારે રાષ્‍ટ્રીય શહિદ સ્‍મારકથી ૩૦ કિ.મી. દૂર હતો ત્‍યારે એક ફલાયઓવર આવ્‍યો ત્‍યાં રસ્‍તા વચ્‍ચે  કિસાન દેખાવકારો બેસી ગયા હતા, તે ફલાયઓવર પર પીએમ મોદીનો કાફલો ૧૫થી ૨૦ મિનીટ ફસાયેલો રહ્યો હતો.

જેને ગૃહ મંત્રાલયે પીએમની સુરક્ષામાં મોટી ચુક ગણી છે. ગૃહ મંત્રાલયે જણાવ્‍યુ છે કે, પીએમના કાર્યક્રમ અને યાત્રાની યોજના અંગે પંજાબ સરકારના પહેલેથી જણાવી દેવાયુ હતુ. પ્રક્રિયા અનુસાર તેમને રસાલો, સુરક્ષાની સાથે-સાથે આકસ્‍મિક યોજના પણ તૈયાર રાખવા જણાવાયુ હતુ. છતાં પંજાબ સરકારે કશુ ધ્‍યાન આપ્‍યુ ન હતુ. અત્રે એ નોંધનીય છે કે, આજે વડાપ્રધાન પંજાબમાં ૪૨૭૫૦ કરોડની વિકાસ યોજનાઓની આધારશીલા રાખવાના હતા.

New up 01

Related posts

અમરનાથ યાત્રા રૂટ પર ઘણી જગ્યાએ થયું ભૂસ્ખલન. બાલતાલ રૂટ પર ભૂસ્ખલનને કારણે ૧૦ યાત્રાળુઓ ઘાયલ

Ahmedabad Samay

સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાએ દેશમાં કોરોના રસી સ્પુતનિક-વીના ઉત્પાદનની મંજુરી

Ahmedabad Samay

દિવસમાં ૧૨ કલાક કામ કરનાર વ્યકિતને સપ્તાહમાં ત્રણ રજા મળશે.

Ahmedabad Samay

ક્રિકેટના મહાકૂંભ ગણાવતા વનડે વર્લ્‍ડ કપનું શિડ્‍યુઅલ જાહેર,અમદાવાદમાં રમાશે ભારત પાકિસ્તાન મેચ,

Ahmedabad Samay

ટીવી ઈન્ડસ્ટ્રીના અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીનું 46 વર્ષની વયે નિધન

Ahmedabad Samay

મહારાષ્ટ્રના એક વ્યકિતએ પોતાના પુત્રની ઇચ્છા પુરી કરવા માટે લોખંડના ભંગારમાંથી  ૪ મહિનામાં ગાડી બનાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો