August 9, 2026
દેશરાજકારણ

ચૂંટણી પંચે પાંચ રાજ્‍યોમાં ચૂંટણીની જાહેરાત કરી

ચૂંટણી પંચે પાંચ રાજ્‍યોમાં ચૂંટણીની જાહેરાત કરી છે, કુલ ૭ તબક્કે ચૂંટણી યોજાશે, ઉત્તરપ્રદેશમાં ૭ તબક્કામાંથી ૧૦ ફેબ્રુઆરીથી ૭ માર્ચ સુધીમાં મતદાન થશેઃ જ્‍યારે પંજાબ-ઉત્તરાખંડ અને ગોવામાં ૧૪ ફેબ્રુઆરીએ અને મણીપુરમાં ૨૭ ફેબ્રુઆરી અને ૩ માર્ચે મતદાન થશેઃ ૧૦ માર્ચે તમામ રાજ્‍યોમાં મત ગણત્રી યોજાશેઃ મુખ્‍ય ચૂંટણી કમિશનર સુશિલ ચંદ્રાએ આજે બપોરે પત્રકાર પરિષદમાં જણાવ્‍યુ હતું કે આ ચૂંટણીમાં કુલ ૧૮.૩૪ કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં ૨૪.૯૦ લાખ નવા મતદારો છે,                                                                       પાંચ રાજ્‍યોમાં કુલ ૨,૧૫,૩૬૮ પોલીંગ બુથ બનાવવામાં આવશેઃ આ વખતે ૧૬ ટકા બુથનો વધારો કરાયો છેઃ આમાં ૧૬૨૦ મહિલાઓ સંચાલિત બુથ હશેઃ તેમણે કહ્યુ હતું કે, મતદાનનો સમય ૧ કલાક વધારવામાં આવ્‍યો છે, એટલું જ નહીં કોરોનાને ધ્‍યાનમાં રાખી ૧૫ જાન્‍યુઆરી સુધી રાજકીય પક્ષોને રોડ શો-પદયાત્રા-જનસભા યોજવાની મનાઇ ફરમાવવામાં આવી છે, ચૂંટણી પ્રચાર દરમિયાન પણ રાત્રે ૮ પછી પ્રચાર નહીં કરી શકાયઃ તેમણે જણાવ્‍યુ હતું કે, આજથી આચારસંહિતા લાગુ થઇ છે,

આ વખતે ઉમેદવારો સુવિધા એપ થકી ઓનલાઇન ઉમેદવારી પત્ર પણ ભરી શકશેઃ ઉમેદવારે પોતાની ગુન્‍હાહિત માહિતી પસંદગીના ૪૮ કલાકમાં જણાવવી પડશે, ચૂંટણી કમિશનરે વધુમાં જણાવ્‍યુ હતું કે, મતદાન કોવિડ પ્રોટોકોલ હેઠળ યોજાશે, એક મતદાન મથક પર ૧૨૫૦ મતદારો જ મતદાન કરી શકશે જ્‍યાં થર્મલ ચેકીંગ-માસ્‍ક-સેનિટાઇઝર વગેરેની સુવિધાઓ ઉપલબ્‍ધ થશેઃ ચૂંટણી પછી વિજય સરઘસ ઉપર પણ મનાઇ ફરમાવવામાં આવી છે.

New up 01

Related posts

અમદાવાદ મનપાના 48 વોર્ડની કુલ 192 બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન અંદાજે 2364 જેટલા લોકોએ દાવેદારી માટે ફોર્મ ભર્યા

Ahmedabad Samay

જન સંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા વટવા માં વૃક્ષારોપણ કરાયું

Ahmedabad Samay

IPL પર ફરી કોરોનાનું સંકટ, ટી. નટરાજન આવ્યો કોરોના પોઝીટીવ

Ahmedabad Samay

મણિપુર સરકારે મીરાબાઈ ચાનુને મણિપુર માં એડિશનલ એસ.પી બનાવી.

Ahmedabad Samay

PM નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસ દરમિયાન બંને રાજ્યોને કરોડો રૂપિયાના વિકાસકાર્યોની અભૂતપૂર્વ ભેટ આપી

Ahmedabad Samay

જમ્મુ કશ્મીરના કુલગામમાં સેના અને આંતકીઓ વચ્ચે અથડામણમાં બે સેનાના જવાન શહીદ થયા, ૧૦ સૈનિકો ઘાયલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો