October 12, 2026
ગુજરાત

સતત વધતા કેસની વચ્ચે આજથી લગ્નની સિઝન શરૂ

રાજયમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આવામાં ગુજરાતમાં પાછલા ૬ મહિનાના પછી ૧૨,૦૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે. આવામાં સતત વધતા કેસની વચ્ચે લગ્નની સિઝન શરૂ થઈ છે જેના કારણે કોરોના વકરવાની ચિંતામાં વધારો થયો છે. આ બધાની વચ્ચે આજે મોટા પ્રમાણમાં લગ્ન યોજાઈ રહ્યા છે ત્યારે લોકોને તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. લગ્નમાં બેન્ડબાજા, ડીજે, વરઘોડો માટેની તૈયારીઓ થઈ ગઈ છે પરંતુ તેની સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પણ અનિવાર્ય રહેશે.

ચાલુ વર્ષમાં લગ્નના વધુ મુહૂર્ત હોવાથી ગુજરાતમાં લાખોની સંખ્યામાં લગ્નના આયોજનો થયા છે. આવામાં મંગળવારે એટલે કે આજે અને આગામી ત્રણ દિવસ મોટા પ્રમાણમાં લગ્નના આયોજન હોવાથી તંત્ર દ્વારા લોકોની કાળજી રાખવા માટે અને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

લગ્નના પ્રસંગમાં લોકો સંગીતના તાલ પર ગરબે ઘૂમે કે પછી ડાન્સ કરે આવામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું મુશ્કેલ બની શકે છે જેના કારણે કોરોના વકરવાની ચિંતા રહેલી છે. જો ડાન્સ કરતી વ્યકિતમાંથી કોઈ એક વ્યકિત સંક્રમિત હોય અને તેઓનું એકબીજા વચ્ચેનું અંતર ઘટવાથી તેમની સાથે ટોળામાં રહેલા અન્ય લોકો પણ સંક્રમિત થઈ શકે છે અને તે પછી સમારંભમાં લોકો સાથે મુલાકાત દરમિયાન વાયરસ વધારે લોકોને સંક્રમિત કરી શકે છે.

કોરોનાના કેસમાં વધારો થતા લગ્ન જેવા પ્રસંગોમાં આવતા મહેમાનોની સંખ્યામાં ઘટાડો થયો છે, જેમાં બંધ હોલમાં કે ખુલ્લામાં કઈ રીતે આયોજન કરવામાં આવ્યું છે તે પ્રમાણે ગાઈડલાઈન્સમાં મહેમાનોની સંખ્યા નક્કી કરવામાં આવી છે. આવામાં કેટલાક જાગૃત નાગરિકો જરુર ના હોય તો લગ્ન પ્રસંગમાં જવાનું ટાળી રહ્યા છે આમ છતાં મહેમાનોની ભીડ રહી તો તેનાથી કોરોનાના કેસ ઝડપથી વધવાનું જોખમ રહેલું છે.

ઉત્તરાયણ બાદ કમૂરતા પૂર્ણ થતા શુભ મુહૂર્તની શરુઆત થઈ છે. આવામાં મોટા પ્રમાણમાં લગ્ન પ્રસંગોના આયોજન હોવાથી કોરોનાના સંક્રમણમાં વધારો થવાનો ભય રહેલો છે. વહીવટી તંત્ર દ્વારા લગ્નમાં વધારે ભીડ ના થાય અને ગાઈડલાઈન્સનું પાલન થાય તે અંગે પણ સૂચનો કરવામાં આવ્યા છે. આ સાથે પસંગો દરમિયાન પણ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી શકે છે. આ દરમિયાન ગાઈડલાઈન્સનો ભંગ થતો જણાશે તો જરુરી પગલા ભરવામાં આવી શકે છે.

New up 01

Related posts

અમદાવાદ – એસજી હાઈવે, સિંધુભવન રોડ પરના કેફેમાં પોલીસ, એસઓજીએ કર્યું સરપ્રાઈઝ ચેકિંગ

Ahmedabad Samay

આંગણવાડીના બાળકોમાં પહેરવેશનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં આવેલી આત્મિય હોસ્પિટલ થયું સીલ, હોસ્પિટલમાં કોરોના દર્દીઓને દાખલ કરવામાં આવતા

Ahmedabad Samay

અશ્વિની વૈષ્ણવ : રાજકોટ થી વડોદરા જવા માટે અમદાવાદના બદલે સાણંદ પાસેથી જ બાયપાસ ટ્રેક બનાવવાની કામગીરી ચાલી રહી છે.

Ahmedabad Samay

દિવાળીમાં ટુર ઓપરેટરો અને ટ્રાયવેલર્સો નો નીકળ્યો દિવાળો

Ahmedabad Samay

કુબેરનગરના કાઉન્સિલર નિકુલસિંહ તોમરનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો