September 27, 2026
ગુજરાત

ઓસ્‍કર એવોર્ડ માટે બે ભારતીય તામિલ ફિલ્‍મ ‘જય ભીમ’અને મલયાલમ ફિલ્‍મ ‘મરક્કર.લાયન ઓફ ધ અરેબિયન સી’ આગળની યાદીમાં સામેલ કરવામાં આવી

લોસ એન્‍જેલીસ/તિરૂવનંતપુરમ તા. ૨૨ આ વર્ષના પ્રતિષ્ઠિત ઓસ્‍કર એવોર્ડ માટે બે ભારતીય ફિલ્‍મને આગળની યાદીમાં સામેલ કરવામાં આવી છે. આ ફિલ્‍મો છે.

વિવાદાસ્‍પદ તામિલ ફિલ્‍મ ‘જય ભીમ’અને મલયાલમ ફિલ્‍મ ‘મરક્કર.લાયન ઓફ ધ અરેબિયન સી’. ‘જય ભીમ’નો હિરો છે ‘સિંઘમ’ ફેમ સૂર્યા અને ‘મરક્કર’માં મુખ્‍ય નાયક છે મોહનલાલ. આ વર્ષના ઓસ્‍કર એવોર્ડ્‍સ માટે ૨૭૬ ફિલ્‍મોને પાત્રતાના આધારે યાદીમાં સામેલ કરવામાં આવી છે. નામાંકનો માટે મતદાનનો આરંભ ૨૭ જાન્‍યુઆરીથી કરાશે, જે મંગળવાર ૧ ફેબ્રુઆરી સુધી ચાલશે. ૯૪માં એકેડેમી એવોર્ડ્‍સ માટે નામાંકનોની જાહેરાત આવતી ૮ ફેબ્રુઆરીએ કરાશે. એવોર્ડ કાર્યક્રમ ૨૭ માર્ચના રવિવારે હોલિવુડમાં ડોલ્‍બી થિયેટર ખાતે યોજાશે.

કાર્યક્રમનું અમેરિકન નેટવર્ક એબીસી તથા દુનિયાભરમાં ૨૦૦થી વધારે સ્‍થળે ટીવી પ્રસારણ કરાશે.સાઉથના સુપરસ્‍ટાર સૂર્યાની ‘જય ભીમ’ ૨૦૨૧ના સૌથી લોકપ્રિય તામિલ ફિલ્‍મ હતી. એમાં સૂર્યાએ વકીલ ચંદ્રૂનો રોલ કર્યો છે. અન્‍ય કલાકારો છેઃ લીઝો મોલ, પ્રકાશ રાજ, રાવ રમેશ. ફિલ્‍મના દિગ્‍દર્શક અને પટકથા લેખક ટી.જે. જ્ઞાનવેલ છે. ફિલ્‍મનું નિર્માણ સૂર્યાની પ્રોડક્‍શન કંપની 2D એન્‍ટરટેનમેન્‍ટે કર્યું હતું. ‘જય ફિલ્‍મ’ એમેઝોન પ્રાઈમ વિડિયો પર ઉપલબ્‍ધ છે.

New up 01

Related posts

કુબેરનગર વોર્ડમાં ચોંકાવનારું પરિણામ ભાજપ 02, કોંગ્રેસ 02, જીતના દાવેદાર નેતા નિકુલસિંહ અને ગિરિવર શેખાવાતની હાર

Ahmedabad Samay

સુરતમાં કોરોના વધતા તમામ શાળાઓ અને ટ્યુશન સહિતના એકમો બંધ રાખવા માટે આદેશ અપાયો છે.

Ahmedabad Samay

વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી અમદાવાદમાં ૧૬૦૦ થી વધુ ખાડા પડયા, AMC એ પ્રિમોન્સૂનની તૈયારી ક્યાં કરી હતી ?

Ahmedabad Samay

ઝાયડસ બે કરોડ ડોઝ પ્રતિ મહિના સુધી લઈ જવાશે

Ahmedabad Samay

Iifa ફિલ્મફેર એવોર્ડમાં ‘લાપતા લેડીઝ’નો દબદબો: કિરણ રાવની આ ફિલ્મે અનેક મહત્વના એવોર્ડ પોતાના નામે કર્યા, જાણો કોને કેટલા અને કયા એવોર્ડ મળ્યા

Ahmedabad Samay

અનેક શહેરોમાં કર્ફ્યુનો સમય વધારી સાંજે ૪ થી સવારે ૬ સુધી કરાયો,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો